શું તમને પણ કોઇ ઇજા વિના શરીર પર ભૂરા રંગના ધબ્બા પડી ગયા છે?, આ રોગની નિશાની ….
ઘણીવાર ચાલતી વખતે આપણે કોઈ વસ્તુ સાથે અથડાઈને ઈજાગ્રસ્ત થઈએ છીએ, ત્યારે થોડા સમય પછી શરીર પર ભૂરા રંગનું નિશાન દેખાય છે. જ્યારે કોઈ ઈજા થાય છે અને તે જગ્યાએથી લોહી ન નીકળે, ત્યારે લોહી ગંઠાઈ જાય છે અને તે સ્થાનની ત્વચા ભૂરી થઈ જાય છે. પણ કેટલીક વાર લોકોને કોઈ ઈજા વિના પણ શરીર પર ભૂરા ડાઘ પડી જાય છે. જો તમને પણ આવું થાય છે, તો તમારે તેને હળવાશથી ન લેવું જોઈએ. આવા ડાઘ ક્યારેક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત હોઈ શકે છે. ચાલો જાણીએ આ પાછળના કારણો શું હોઈ શકે છે.
Also read: સરકારની જાહેરાત છતાં UPPSC સામે ઉમેદવારોનું આંદોલન યથાવત, થાળી વગાડીને વિરોધ
વાસ્ક્યુલાટીસ (રક્ત વાહિનીઓમાં સૂજન): વાસ્ક્યુલાટીસ એ ઑટો ઇમ્યુન બીમારી છે જેમાં શરીરની રક્તવાહિનીઓમાં સોજો આવે છે. તેનાથી લોહીના પ્રવાહમાં સમસ્યા થાય છે. નસ/ધમનીઓમાં સોજો આવવાને કારણે લોહી નીકળવા લાગે છે, જેના કારણે શરીર પર કાળા, ભૂરા નિશાન પડી શકે છે. આ રોગ સામાન્ય રીતે શરીરમાં ગમે ત્યાં રક્તસ્ત્રાવરૂપે પ્રગટ થાય છે, જે ઈજા વિના પણ ડાર્ક માર્કસનું કારણ બની શકે છે.
હિમોફિલિયાઃ હિમોફિલિયા એ આનુવંશિક રોગ છે જેમાં લોહી ગંઠાઈ શકતું નથી. આ સ્થિતિમાં ઈજા થાય તો પણ લોહી જામતું નથી, જેના કારણે સમયાંતરે રક્તસ્રાવ થતો રહે છે અને શરીર પર કાળા, ભૂરા ચાઠા પડી જાય છે. આ રોગમાં લોહીમાં “એન્ટિ-હિમોફિલિક ગ્લોબ્યુલિન” ની ઉણપ હોય છે, જેના કારણે લોહી જામતું નથી અને કોઈપણ ઈજા વિના પણ શરીર કાળા, ભૂરા ચાઠા પડે છે.
પ્લેટલેટની ઉણપઃ જો તમારા શરીરમાં પ્લેટલેટ્સની ઉણપ હોય તો પણ કોઈપણ ઈજા વગર ડાર્ક માર્કસ આવી શકે છે. લોહી ગંઠાવા માટે પ્લેટલેટ્સ જરૂરી છે. ડેન્ગ્યુ, મેલેરિયા અથવા અન્ય રોગોને કારણે પ્લેટલેટ્સની ઉણપ થઈ શકે છે.
Also read: SBI ના ગ્રાહકોને આંચકો, હોમ લોનની ઇએમઆઈ પર થશે આ અસરઈલોન મસ્ક McDonald’s અને CNN પણ ખરીદી લેશે! ટ્રમ્પની જીત બાદ ચર્ચાએ જોર પકડ્યું
વિટામિનની ઉણપઃ વિટામિન સી અને વિટામિન કેની ઉણપ પણ શરીર પર ડાર્ક સ્પોટ્સનું કારણ બની શકે છે. વિટામિન સી રક્તવાહિનીઓને મજબૂત કરવામાં મદદ કરે છે અને વિટામિન કે લોહીના ગંઠાવાનું નિર્માણ કરવામાં મદદ કરે છે. આ વિટામીનની ઉણપને કારણે શરીર પર ઈજા વગર પણ કાળા, ભૂરા ધબ્બા પડી શકે છે.
યકૃત (લિવર)ના રોગોઃ યકૃત સંબંધિત રોગો, જેમ કે સિરોસિસ (યકૃતનું સખત થવું), પણ શરીર પર વારંવાર કાળા, ભૂરા ચાઠાઓનું કારણ બની શકે છે. જ્યારે યકૃત યોગ્ય રીતે કાર્ય કરતું નથી, ત્યારે લોહીના ગંઠાવા માટે જરૂરી પ્રોટીનનું ઉત્પાદન ઘટે છે, જેના કારણે શરીર પર કાળા, ભૂરા ચાઠાંઓ પડે છે.
કેન્સર (બ્લડ કેન્સર અથવા બોન મેરો કેન્સર): ક્યારેક ડાર્ક માર્કસ બ્લડ કેન્સર અથવા બોન મેરો કેન્સરની નિશાની પણ હોઈ શકે છે. આવા લોકોના શરીરમાં, રક્તવાહિનીઓમાંથી રક્તસ્રાવને રોકવા માટે પૂરતા પ્રમાણમાં પ્લેટલેટ્સ ઉત્પન્ન થતા નથી, જેના કારણે શરીર પર કાળા, ભૂરા ચાઠાંઓ પડે છે. તેથી તમને પણ જો તમારા શરીર પર કાળા, ભૂરા રંગના નિશાન દેખાય તો તેની અવગણના ન કરતા તુરંત જ ડૉક્ટરની સલાહ લેજો.
Also read: ઈલોન મસ્ક McDonald’s અને CNN પણ ખરીદી લેશે! ટ્રમ્પની જીત બાદ ચર્ચાએ જોર પકડ્યું
અસ્વીકરણ: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલા તમારા તબીબની સલાહ લેવી આવશ્યક છે.