Black Moon: અવકાશમાં જોવા મળશે અદભૂત ખગોળીય ઘટના, જાણો ભારતમાં ક્યારે દેખાશે
નવી દિલ્હી : આ વર્ષના અંતમાં અવકાશમાં એક અદભૂત ખગોળીય ઘટના જોવા મળશે. બ્લેક મૂન(Black Moon) એ એક એવી ઘટના છે જેને ખગોળશાસ્ત્રમાં સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી નથી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ખગોળશાસ્ત્રીઓ અને અવકાશી ઘટના વિશે જાણતા લોકોમાં લોકપ્રિયતા મેળવી છે. જો કે ચંદ્ર તેજસ્વી અને દૂધિયો છે પરંતુ તમે ચંદ્રને ઘણા રંગોમાં જોયો હશે. તે ક્યારેક લાલ, ક્યારેક પીળા રંગમાં દેખાય છે પરંતુ હવે તે કાળો દેખાશે. જેને બ્લેક મૂન કહેવામાં આવે છે.
ભારતમાં 31 ડિસેમ્બરે બ્લેક મૂન જોવા મળશે
યુએસ નેવલ ઓબ્ઝર્વેટરીના જણાવ્યા અનુસાર, આકાશમાં બ્લેક મૂનની અનોખી ઘટના યુએસમાં 30 ડિસેમ્બરે સાંજે 5:27 વાગ્યે થશે. જ્યારે યુરોપ, આફ્રિકા અને એશિયાના લોકોને તે 31 ડિસેમ્બર, 2024 ના રોજ દેખાશે. ભારતમાં પણ 31 ડિસેમ્બરે સવારે 3.57 વાગ્યે બ્લેક મૂન જોવા મળશે.
અત્યંત દુર્લભ અવકાશી ઘટના
અમાસની રાત્રિએ જ્યારે સૂર્ય અને ચંદ્ર એક જ દિશામાં સમાંતર હોય છે અને ચંદ્રનો પ્રકાશ ભાગ પૃથ્વીથી દૂર હોય છે. જેનાથી તે નરી આંખે અદ્રશ્ય હોય છે અને આકાશ કાળું દેખાય છે. ચંદ્ર ચક્ર સરેરાશ 29.5 દિવસનું હોવાથી ક્યારેક એક મહિનામાં બે નવા ચંદ્ર હોઈ શકે છે. જે બ્લેક મૂન ઘટનાનું કારણ બને છે. આ બ્લુ મૂન જેવી જ અવકાશી ઘટના છે જે અત્યંત દુર્લભ માનવામાં આવે છે.
બ્લેક મૂન શું છે ?
બ્લેક મૂનની વ્યાખ્યા બ્લુ મૂન જેવી જ છે. પરંતુ જ્યારે બ્લુ મૂન પૂર્ણ ચંદ્ર સાથે સંબંધિત છે. ત્યારે બ્લેક મૂન નવા ચંદ્ર સાથે સંબંધિત છે એટલે કે અમાસની આગલી રાત્રે જ્યારે નવો ચંદ્ર દેખાય છે. ભારતીય કેલેન્ડર મુજબ આ રાત્રિ શુક્લ પક્ષ પ્રતિપદાની રાત્રિ છે જેને નવચંદ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.
કેલેન્ડર અનુસાર, જો એક સિઝનમાં ચાર નવા ચંદ્ર હોય તો ત્રીજા નવા ચંદ્રને બ્લેક મૂન કહેવામાં આવે છે. એટલે કે એક મહિનામાં બીજા નવા ચંદ્રને બ્લેક મૂન પણ કહેવામાં આવે છે. વાસ્તવમાં, બ્લેક મૂન ખૂબ જ ભાગ્યે જ જોવા મળે છે. તે દર 29 મહિનામાં માત્ર એક જ વાર આવે છે. જ્યારે ઋતુ પ્રમાણે તે દર 33 મહિનામાં એકવાર આવે છે.
આ પણ વાંચો…જાન્યુઆરીની શરૂઆતમાં જ બે મહત્ત્વના ગ્રહો બદલશે ચાલ, આ રાશિના જાતકો થશે માલામાલ…
રાત્રિના આકાશ પર તેની અસર નોંધપાત્ર રહેશે
જોકે બ્લેક મૂન દેખાશે નહીં, પરંતુ રાત્રિના આકાશ પર તેની અસર નોંધપાત્ર રહેશે. ચંદ્રનો માત્ર એક અંશ જ દેખાશે, જે ઘણો ઓછો હશે, અને તારાઓ, ગ્રહો પણ સારી રીતે જોઇ શકાશે. બાયનોક્યુલર અથવા ટેલિસ્કોપનો ઉપયોગ ગુરુ જેવા ગ્રહોને જોવા માટે કરી શકાય છે. જે આખી રાત દેખાશે અને શુક્ર જે સાંજે તેજસ્વી દેખાશે. આગામી બ્લેક મૂન 23 ઓગસ્ટ,2025 અને ત્યાર બાદ 31 ઓગસ્ટ, 2027ના રોજ દેખાશે.
એવું કહેવામાં આવે છે કે, ઉત્તરીય ગોળાર્ધમાં રહેતા લોકો માટે, નક્ષત્ર ઓરિઅન, વૃષભ અને સિંહ રાત્રીના આકાશમાં અગ્રણી રહેશે. આ દરમિયાન, દક્ષિણ ગોળાર્ધમાં, દક્ષિણ ક્રોસ કેનોપસ સાથે દેખાશે. જે કેરિના નક્ષત્રમાં એક સ્ટેન્ડ આઉટ છે.