Health: શિયાળામાં આ કઠોળનો કરો ભરપૂર ઉપયોગ, કુશ્તીબાજ જેવી તાકાત મળશે…
શિયાળો ખાવાપીવા અને શરીર બનાવવાની એટલે કે સ્વસ્થ રહેવાની ઋતુ માનવામાં આવે છે. વળી, શિયાળામાં ભૂખ પણ બહુ લાગે છે અને ખોરાક પણ સારો લઈ શકાય છે. આથી આ ઋતુમાં લેવામાં આવતા ખોરાકની પસંદગી સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરીએ તો આખું વર્ષ ફાયદો રહે છે.
આ પણ વાંચો : શિયાળાનો તોડ છે કાશ્મીરી કાવો
આજે અમે એક એવા કઠોળની વાત કરી રહ્યા છે, જે તમારી દાળ કે શાકન રિપ્લેસ કરી શકે છે. અલગ અલગ ટેસ્ટમાં બનાવી શકાય છે અને તેને તાકાત માટે, રોગપ્રતિકારકશક્તિ વધારવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ કઠોળ એટલે ચોળી અથવા ચોળા. જેને અંગ્રેજીમાં બ્લેક આઈડ પીસ અને હિન્દીમાં લોબિયા અથવા ચવળી કહેવામાં આવે છે. નાના અને મોટા દાણામાં આ કઠોળ મળે છે અને લગભગ દરેક ગુજરાતીના ઘરમાં હોય જ છે.
દાળ-શાકને રિપ્લેસ કરે છે આ કઠોળ
તમારી ફૂલડીશમાં એક રસાવાળી દાળ કે પછી શાક હોય તે જરૂરી છે. એક સૂકુ શાક હોય તો દાળ જોઈએ અને જો દાળ હોય તો સૂકુ શાક અથવા કઠોળ. ચોળી બાફી તેનું સુકુ શાક પણ બનાવી શકાય છે અને તેમાં છાશ કે દહીં ઉમેરી તેને રસાવાળી બનાવી રાઈસ સાથે પણ ખાઈ શકાય છે.
દરેક દાળ કે કઠોણ પ્રોટિનથી ભરપૂર છે તેમ ચોળી પણ ભરપૂર પ્રોટિન અને મિનરલ ધરાવે છે. હાડકાંને સશક્ત કરવા માટે આ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ચોળી ભરપૂર મિનરલ્સ પણ ઘણા આપે છે અને તેમાં વિટામીન્સ પણ છે. આ કઠોળને ન્યુટ્રિશનનું પાવરહાઉસ કહે છે.
આ રીતે મદદ કરે છે શરીરને
ચોળીમાં ભરપૂર માત્રામાં મૈંગનીઝ છે. જે શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. આ સાથે સ્નાયુઓને મજબૂત કરે છે. આ સાથે ચોળીમાં એન્ટિ ઑક્સિડેન્ટ પણ છે. જે કોષોને સાફ કરે છે.
ચોળી હાડકાં માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. રોજ તમે જો અડધો કપ ચોળી ખાશો તો તમારી દિવસભરની કેલ્શિયમની જરૂરિયાત સંતાષાઈ જશે. સાંધાના દુઃખાવામાં ચોળી ખૂબ જ મહત્વની સાબિત થાય છે.
આ પણ વાંચો : તમે પણ બટેટાંની છાલને નકામી સમજીને ફેંકી દો છો? આ વાંચ્યા બાદ નહીં કરશો આવું…
ચોળીમાં વિટામિન સી, એ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે શરદી અને ઉધરસ જેવા રોગો સામે લડવા માટે જરૂરી છે. આયુર્વેદમાં પણ ચોળી ખાવાની ભલામણ કરવામાં આવે છે. જે તમને બીમારીથી દૂર રાખે છે. ડાયાબિટિસના દરદીઓ માટે પણ ચોળી ફાયદાકારક છે. બ્લ્ડ શુગર લેવલને નિયંત્રિત રાખવામાં, પાચનક્રિયાને નિયિમત બનાવવામાં ચોળી મદદરૂપ થાય છે.