બોલો, Bill Gatesએ એક ચા માટે Dolly Chaiwalaને આપ્યા આટલા પૈસા!
Microsoft’s Co-Founder Bill Gates હાલમાં જ ભારત આવ્યા હતા અને તેમણે આવતાંની સાથે જ તેમણે મહારાષ્ટ્રના નાગપુરના ફેમસ Dolly Chaiwalaના હાથની ચા પીધી હતી. એટલું જ નહીં તેમણે ડોલી ચાયવાલા સાથે એક વીડિયો પણ શૂટ કર્યો હતો અને તે સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થયો હતો. બિલ ગેટ્સ સાથેના આ વીડિયો બાદ ડોલી ચાયવાલાની લોકપ્રિયતામાં વધારો થયો છે. પરંતુ શું તમને ખબર છે કે બિલ ગેટ્સે એક ચાના બદલામાં ડોલી ચાયવાલાને કેટલા પૈસા ચૂકવ્યા હતા?
આ ડોલી ચાયવાલાના સ્વેગના લાખો દિવાના છે અને ડોલી ચાયવાલાએ બિલ ગેટ્સ સાથેનો વીડિયો વાઈરલ થયા બાદ અનેક જગ્યાએ ઈન્ટરવ્યૂ પણ આપ્યા છે. બિલ ગેટે્સે એક ચાના બદલામાં ડોલીને કેટલા પૈસા ચૂકવ્યા એના વિશે વાત કરતાં ડોલીએ જણાવ્યું હતું કે બિલ ગેટ્સે મારા હાથની ચા પીધી અને અન્ય લોકો મને એક કપ ચા માટે જેટલા પૈસા ચૂકવે છે એટલા જ પૈસા તેમણે મને ચૂકવ્યા હતા. સામાન્યપણે મારી ટપરી પર એક કપ ચા સાતથી દસ રૂપિયામાં વેચાય છે અને બિલ ગેટ્સે પણ મને એટલા જ પૈસા આપ્યા હતા.
ડોલીએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં એવું પણ જણાવ્યું હતું કે મને જરાય ખ્યાલ નહોતો કે હું આટલી મોટી હસ્તીને ચા પીવડાવવા જઈ રહ્યો છું. વીડિયો વાઈરલ થયા બાદ ડોલીની લોકપ્રિયતામાં ખાસ્સી એવી વૃદ્ધિ થઈ હતી. ડોલી ચાયવાલાની સ્પેશિયાલિટી વિશે વાત કરીએ તો ડોલી ગ્રાહકોને માત્ર ચા જ નથી પીવડાવતો પણ એની સાથે સાથે જ તે તેમનું મનોરંજન પણ કરે છે.
ડોલી ચાયવાલાની વાત કરીએ તો તે મહારાષ્ટ્રના નાગપુર ખાતે ચા વેચે છે. તેની ચા બનાવવાની આગવી સ્ટાઈલ અને લૂકને કારણે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ છે અને એમાં પણ બિલ ગેટ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયો બાદ તો તેની લોકપ્રિયતામાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે.