બીજી ઓગસ્ટના ધોળે દિવસે છવાશે છ મિનિટ માટે અંધકાર, કારણ જાણીને ચોંકી ઉઠશો…
સ્પેશિયલ ફિચર્સ

બીજી ઓગસ્ટના ધોળે દિવસે છવાશે છ મિનિટ માટે અંધકાર, કારણ જાણીને ચોંકી ઉઠશો…

હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા ને? તમે તમારા મગજના ઘોડા વધારે દોડાવો એ પહેલાં તમને જણાવી દઈએ કે આ તો અહીં બીજી ઓગસ્ટ, 2027ના આ દુનિયાનું સૌથી મોટું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે, એની વાત ચાલી રહી છે. 2027માં આ ગ્રહણ એટલા માટે પણ ખાસ હશે કારણ કે આ સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય છ મિનિટ સુધી ઢંકાઈ જશે અને ધરતી પર અંધકાર છવાઈ જશે.

મળતી માહિતી મુજબ આ સૂર્ય ગ્રહણ બીજી ઓગસ્ટ, 2027ના થશે અને ભારતની વાત કરીએ ભારતમાં આ ગ્રહણ આંશિક રીતે જોવા મળશે. જ્યારે ઉત્તર અમેરિકા, યુરોપ અને આફ્રિકામાં પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે. સવારે 7.30 કલાકથી 9 કલાક સુધી આ ગ્રહણ જોઈ શકાશે. અને ભારતમાં દિલ્હી, કલકત્તા, મુંબઈ જેવા શહેરોમાં આ ગ્રહણ આંશિક રીતે દેખાશે.

વાત કરીએ આ સૂર્યગ્રહણની ખાસિયત વિશે તો 6 મિનિટ સુધી સૂર્ય સંપૂર્ણપણે ઢંકાઈ જશે અને ધોળે દિવસે ધરતી પર અંધકાર છવાઈ જશે. આ નજારો ચોક્કસ જ રોમાંચક રહેશે. તમારી જાણ માટે કે સૂર્ય ગ્રહણ ક્યારેય ખુલ્લી આંખા ના જોવું જોઈએ. ગ્રહણ જોવા માટે ખાસ ચશ્મા કે સોલાર ફિલ્ટરનો ઉપયોગ કરવો જોઈએ.

સૂર્યગ્રહણના મહત્ત્વ વિશે વાત કરીએ તો સૂર્ય ગ્રહણ એ માત્ર એક ખગોળીય ઘટના નથી, પરંતુ તેનું ધાર્મિક મહત્ત્વ છે. ભારતમાં આ ખગોળીય ઘટનાને શુભાશુભ સાથે જોડીને જોવામાં આવે છે. સામાન્યપણે સૂર્યગ્રહણે 3 મિનિટ કરતાં ઓછી સમયનો હોય છે, પણ આ ગ્રહણ 6 મિનિટ સુધી જોવા મળશે અને દુનિયાના અનેક વિસ્તારને અંધકારમાં ડુબાડી દેશે.

બીજી ઓગસ્ટ,2027ના એટલાન્ટિક મહાસાગરથી શરૂ થશે અને તે જિબ્રાલ્ટર જલડમરુ મધ્ય, સાઉથ સ્પેન અને ઉતરી આફ્રિકા થઈને હિંદી મહાસાગરમાં જઈને સમાપ્ત થશે. આ સાથે સાઉદી અરબરના જેદ્દા અને મક્કાથી પણ એની છાયા પસાર થશે. આવો આ દુર્લભ નજારો 100 વર્ષ બાદ એટલે કે ફરી 2114 સુધી ફરી નહીં જોવા મળે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button