Astrology:એક વર્ષ બાદ થઈ રહ્યું છે મહાગોચર… ચાર રાશિના જાતકોને જલસા જ જલસા, જોઈ લો તમારી રાશિ તો નથી ને?

જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર 15મી જાન્યુઆરીના ગ્રહોના સેનાપતિ સૂર્ય ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે. સૂર્યના મકર રાશિમાં આ ગોચર મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. મકર સંક્રાંતિની ઊજવણી આખા દેશમાં ધામધૂમથી કરવામાં આવશે અને એની સાથે સાથે આ દિવસે જ સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણ થાય છે એટલે આ દિવસને ઉતરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. 15મી જાન્યુઆરીના સૂર્યના આ ગોચરની 12-12 રાશિના જાતકો પર સકારાત્મક અને નકારાત્મક બંને રીતે અસર જોવા મળશે, પરંતુ એમાં પણ ખાસ કરીને ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી થવાની છે.
મેષઃ

મેષ રાશિના લોકો માટે સૂર્યના આ ગોચરને કારણે આર્થિક લાભ થઈ રહ્યો છે. આ રાશિના લોકોને નોકરી અને વેપારમાં લાભ થઈ રહ્યો છે. નવી નોકરી મેળવવાની કે પ્રમોશમ મેળવવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. કળા-સંગીતમાં રસ વધી રહ્યો છે. પારિવારિક જીવન સુખમય રહેશે. સંતાન તરફથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
મિથુનઃ

મિથુન રાશિના માટે પણ સૂર્યનું આ ગોચર શુભ ફળ આપનારું સાબિત થઈ રહ્યું છે. આ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે. તમારા કામ પૂરા થઈ રહ્યા છે જેને કારણે માનસિક શાંતિ અને પ્રસન્નતાનો અહેસાસ થઈ રહ્યો છે. ધન લાભ થઈ રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકોને વરિષ્ઠ અધિકારીઓનો સાથ મળી રહ્યો છે. ઘરમાં સારો માહોલ રહેશે. કોઈ ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન થઈ શકે છે.
કન્યાઃ

સૂર્યના ગોચરને કારણે કન્યા રાશિના લોકોના પ્રગતિના દ્વારા ખુલી રહ્યા છે. પ્રગતિના રસ્તામાં જો કોઈ અવરોધ આવી રહ્યા હતા તો આ સમયગાળા દરમિયાન એ પણ દૂર થઈ રહ્યા છે. નોકરીમાં ઉપરી અધિકારીઓનો પૂરેપૂરો સહયોગ મળી રહ્યો છે. વિદ્યાર્થીઓને સારા પરિણામો મળી રહ્યા છે. આવકમાં વધારો થઈ રહ્યો છે. આ રાશિના લોકો બચત કરવામાં સફળ થશે.
ધનઃ

ધન રાશિના લોકોના આત્મવિશ્વાસમાં વધારો થઈ રહ્યો છે, જેને કારણે આ રાશિના લોકો એક પછી એક સફળતાના શિખરો સર કરતા જશે. આવકમાં કાયમી વધારો જોવા મળી શકે છે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન કે કોઈ મોટી નોકરીની ઓફર મળી શકે છે. દાંપત્યજીવન સુખમય રહેશે. પરિવારમાં માન-સન્માનમાં વધારો થઈ રહ્યો છે.