Bhumi petandarkarઃ સોશિયલ મીડિયા પર અભિનેત્રી થઈ રહી છે ટ્રોલ…
દમ લગાકે હૈશાથી કરિયરની શરૂઆત કરનારી કાસ્ટિંગ એજન્ટ ભૂમિ પેંડણેકર હવે સ્ટાર બની ગઈ છે. એક ઓવરવેઈટ છોકરીની વાર્તા કહેતી ફિલ્મ જોઈને ઘણી બેડોળ દેખાતી છોકરીઓને હિંમત મળી હશે, પરંતુ હવે તે ભૂમિ જ કૉસ્મેટિક્સ સર્જરીની જાળમાં ફસાઈ ગઈ હોવાનું જણાય છે.
આ પણ વાંચો : અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ આ કોની સાથે ઝુમતી જોવા મળી મલાઇકા
અગાઉ ભૂમિએ સર્જરી કરાવી હોવાના અહેવાલો હતા ત્યારે હવે તેણે ટમી ટક કરાવ્યું છે તે મામલે વિવાદ ઉઠ્યો છે. ભૂમિ એક ઈવેન્ટમાં ભાગ લેવા આવી હતી. અહીં તે બ્લેક ટીશર્ટ અને બેલબોટમ જીન્સ પહેરીને આવી હતી. જોકે સૌની નજર તેના ટમી પર ગઈ હતી. ભૂમિનું ટમી એકદમ અંદર દેખાતું હતું અને ટમી પર કોઈ ચરબી ન દેખાતા એબ દેખાઈ રહ્યા હતા.
તેનો આવો લૂક જોઈને નેટીઝન્સે તેને ટ્રોલ કરવામાં કોઈ કમી રાખી ન હતી. એક તો તેની સરખામણી બાબા રામદેવ સાથે કરી નાખી હતી. તેના મીમ્સ પણ બન્યા છે તો કોઈએ કહ્યું હતું કે એક ફોટા માટે શ્વાસ રોકી ટમી અંદર લઈ રહી છો. તો કોઈએ જણાવ્યું હતું કે તેણે ટમી ટક કરાવ્યું છે.
ટમી ટકને એબ્ડોમિનોપ્લાસ્ટિ પણ કહેવાય છે, જેમાં પેટન ચરબી કાઢી નાખવામા આવે છે. જોકે ભૂમિએ આવી કોઈ સર્જરી કરાવી છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.
આ પણ વાંચો : મારો બાળપણનો ક્રશ…Malaika Arora માટે કરોડપતિ સિંગરે કહી એવી વાત કે…
એવી ઘણી ફિલ્મો આવે છે જેમાં છોકરા કે છોકરીના અલગ પ્રકારના લૂક બતાવવામાં આવે છે અને તેમાં કોઈ ક્ષોભ ન હોવો જોઈએ તેવં જ્ઞાન પણ ફિલ્મમાં આપવામાં આવે છે, પરંતુ વ્યક્તિગત જીવનમાં ફિલ્મ સ્ટાર પોતાના શરીર તો શું એક આઈબ્રો કે જૉ લાઈન કે પછી આંગળીઓ માટે પણ ચિંતામાં રહેતા હોય છે અને હવ મોંઘીદાટ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે. ભૂમિ પણ આમાંની એક છે.