ભારતના આ રાજ્યમાં આવેલું ભાઈ-બહેનનું મંદિર, સતયુગ સાથે છે સંબંધ, રક્ષાબંધન પર અહીં…

હિંદુ શાસ્ત્રોમાં રક્ષાબંધનનું આગવું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. ભાઈ-બહેનના પ્રેમના પ્રતિક સમાન આ પર્વની દેશભરમાં ખૂબ જ રંગે ચંગે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે બહેન ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધીને તેના દીર્ઘાયુની પ્રાર્થના કરે છે તો સામે પક્ષે ભાઈ પણ બહેનની રક્ષા કરવાનું વચન બહેનને આપે છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતના જ એક રાજ્યમાં ભાઈ-બહેનનું મંદિર પણ આવેલું છે? ચોંરી ઉઠ્યા ને? ચાલો તમને આ અનોખા મંદિર વિશે જણાવીએ અને તે ક્યાં આવેલું છે એ પણ જણાવીએ-
આ મંદિર ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે ભાઈ-બહેનનું આ અનોખું મંદિર. બિજનૌર જિલ્લાના હલ્દૌર, ચુડિયાખેડાના જંગલમાં આવેલું છે. આ મંદિરમાં સદીઓથી પૂજા-અર્ચના પણ કરવામાં આવે છે. આ મંદિર ભાઈ-બહેનના પ્રેમના પ્રતિક સમાન છે.
આ પણ વાંચો: 29 વર્ષ પછી રક્ષાબંધન પર દુર્લભ યોગ, કઈ બે રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન ?
પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિરનો સંબંધ સતયુગ સાથે છે. ચુડિયાખેડાના જંગલમાં પૂર્ણ શક્તિ પીઠ મંદિર આવેલું છે. જ્યાં ભાઈ-બહેન દેવી-દેવતાઓના રૂપમાં સામેલ છે. આ સિવાય મંદિરમાં અનેક બીજા દેવી-દેવતાઓ પણ બિરાજમાન છે. સ્થાનિક લોકોની આ મંદિર સાથે ગાઢ આસ્થા જોડાયેલી છે.
આ મંદિરમાં રક્ષાબંધનના દિવસે ભવ્ય મેળો લાગે છે અને આ મેળામાં મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. એટલું જ નહીં પણ દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે. દર મહિનાની શુક્લ પક્ષના સોમવારે શ્રદ્ધાળુઓ આ મંદિરમાં પ્રસાદ પણ ચઢાવે છે.
આ પણ વાંચો: રક્ષાબંધન વખતે બહેનો ઘરે ના જઈ શકે તો આ રીતે મોકલજો રાખડી, તહેવારને યાદગાર બનાવો!
મંદિર સાથે સંકળાયેલી બીજી બીજી દંતકથા વિશે વાત કરીએ તો ડાકુઓએ બહેન ભાઈ સાથે દુર્વવ્યહાર કરવાનો પ્રયાસ કર્યો હતો. ભાઈએ બહેનની આબરુ બચાવવા માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. ત્યાર બાદ બંને જણ પથ્થરમાં વસી ગયા. બસ ત્યારથી બંને ભાઈ-બહેન પથ્થરની મૂર્તિના રૂપમાં મંદિરમાં બિરાજમાન છે.
સ્થાનિકોની એવી માન્યતા છે કે જે પણ આ મંદિરમાં માથુ ટેકાવે છે અને સાચા મનથી પૂજા અર્ચના કરે એમને દેવરૂપી ભાઈ-બહેનના આશિર્વાદથી તેમનું આયુષ્ય લાંબુ થાય છે. હવે જ્યારે પણ ઉત્તર પ્રદેશ બાજુ ફરવા જાવ તો એકાદ વખત આ મંદિરની મુલાકાત ચોક્કસ લેજો હં ને?