નેશનલસ્પેશિયલ ફિચર્સ

સાવધાન! Jioના નામે આવતા ફેક મેસેજ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી દેશે

નવી દિલ્હીઃ ટેક્નોલોજીનો વ્યાપ જેમ જેમ વધતો જાય છે, તેમ તેમ છેતરપિંડી કરનારાઓ અવનવી રીતો શોધી કાઢતા હોય છે. હવે સાયબર ફ્રોડની નવી પદ્ધતિ સામે આવી છે. સાયબર ફ્રોડ સામે રક્ષણ આપવા માટે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતા સાયબર દોસ્તનામના એકાઉન્ટના માધ્યમથી એક મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેમાં Jioના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર મોજૂદ સાઇબર દોસ્તે એક પોસ્ટ કરીને જણાવ્યું છે કે Jioના નામે આવતા એક મેસેજથી સાવધાન રહેવાની જરૂર છે. એ હકીકતમાં APK File છે. તેને ફોનમાં ઇન્સ્ટોલ કર્યા બાદ યુઝરનો મોબાઈલ પણ હેક થઈ શકે છે. આવી સ્થિતિમાં યુઝર્સના બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે.

આ પોસ્ટમાં, સાયબર દોસ્તે કહ્યું હતું કે, Jio Internet Speed ​​#5G Network Connection.apk જેવી ફાઇલ ડાઉનલોડ કરશો નહીં. આ એક ખતરનાક ફાઇલ છે, જે તમારો ફોન હેક કરી શકે છે અને તમારો ડેટા ચોરી શકે છે. આનાથી સુરક્ષિત રહેવા માટે તમે ફક્ત અધિકૃત એપ સ્ટોર પરથી જ એપ્સ ડાઉનલોડ કરો.

સાઇબર દોસ્તે મોબાઇલમાં Apk ફાઇલ ડાઉનલોડ કરવા સામે ચેતવણી આપી છે. મોબાઈલમાં અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી Apk ફાઈલ ડાઉનલોડ કરવાને કારણે અનેક પ્રકારના નુકસાનનો સામનો કરવો પડી શકે છે, જે મોબાઇલ માટે મોટો ખતરો બની શકે છે. તેઓ તમારું બેંક એકાઉન્ટ અને ઘણી સંવેદનશીલ વિગતો વગેરે ચોરી શકે છે.

આ પણ વાંચો…એક સિગારેટ પીવાથી વ્યક્તિના જીવનની 20 મિનિટ ઓછી થાય છે, સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો

અજાણ્યા સ્ત્રોતોમાંથી આવતી Apk ફાઇલોમાં માલવેર, સ્પાયવેર અને વાયરસ વગેરે હોઈ શકે છે, જે ફોનમાં ઇન્સ્ટોલ થયા પછી હેકર્સ માટે કામ કરી શકે છે. આની મદદથી હેકર્સ મોબાઈલમાં હાજર સંવેદનશીલ વિગતોની ચોરી કરી શકે છે અને ફોનમાં રિમોટ એક્સેસ પણ મેળવી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button