કોફી પીવાનો સાચો સમય કયો? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો, વાંચીને ઉડી જશે તમારા હોંશ…

આપણામાંથી મોટાભાગના લોકો પોતાના દિવસની શરૂઆત એક કપ ગરમા ગરમ કોફી સાથે કરે છે. કોફીએ માત્ર ઊંઘ ઉડાડવાનું કામ જ નથી કરતી, પણ એની સાથે સાથે તે બોડીને એનર્જી આપવાનું કામ પણ કરે છે. પરંત શું તમને ખબર છે કે કોફી પીવાનો સાચો સમય શું છે? એક રિસર્ચમાં આ વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે, જેના વિશે આજે આપણે અહીં વાત કરીશું અને સાથે સાથે એ પણ જાણીશું કે કોફી પીવાનો સાચો અને યોગ્ય સમય શું છે-
યુરોપિયન હાર્ટ જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર જે લોકો સવારના સમયે કોફી પીવે છે, તેઓ દિવસના અન્ય કોઈ પણ સમયે કોફી પીનારા લોકોની સરખામણીએ વધારે સ્વસ્થ રહે છે. આ રિસર્ચ આશરે 40,000 લોકો પર કરવામાં આવ્યો છે. યુએસએના નાગરિકોના 1999થી 2018 સુધી ડેટાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ રિસર્ચમાં લોકોના ખાન-પાનની આદતો અને ખાસ કરીને કોફી પીવાના ચોક્કસ સમયની તપાસ કરવામાં આવી હતી.
રિપોર્ટમાં રિસર્ચર્સને એવું પણ જાણવા મળ્યું હતું કે સવારના સમયમાં કોફી પીવી એ સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક હોય છે. આની સામે જે લોકો દિવસના કોઈ પણ સમયે કોફી પીવાનું રાખે છે, એમની સરખામણીએ સવારના કોફી પીનારા લોકોમાં રોગોનું જોખમ ઓછું જોવા મળ્યું હતું.
જે લોકો સવારના સમયે એકથી બે કપ કોફી પીવે છે, તેઓ એવા લોકો કરતા વધુ સ્વસ્થ જોવા મળ્યા જેઓ બિલકુલ કોફીનું સેવન નથી કરતાં. આ સિવાય સવારના સમયમાં કોફીનું સેવન કરવું હાર્ટને હેલ્ધી રાખવામાં અને આળસ તેમ જ સુસ્તીને દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.
સંશોધકોના મતે, સવારે કોફી પીવાથી તે શરીરના મેટાબોલિઝમને સુધારે છે અને હાર્ટની કાર્યક્ષમતામાં સુધારો કરે છે. જોકે, આ રિપોર્ટ કોફી પીવાની ભલામણ નથી કરતો, પરંતુ જે લોકો પહેલેથી જ કોફીના શોખીન છે, તેમને યોગ્ય સમય વિશે જાગૃત કરે છે. દિવસ દરમિયાન મોડેથી કોફી પીવાથી ઊંઘમાં ખલેલ પડી શકે છે, જે આડકતરી રીતે હૃદય પર દબાણ લાવે છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કોફીનો આનંદ લેવો એ જરાય ખોટું નથી, પરંતુ જો તમે તેનો મહત્તમ લાભ મેળવવા માંગતા હોવ, તો તેને તમારા સવારના રૂટિનનો ભાગ બનાવો. દિવસમાં એકથી બે કપ કોફી સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે, જો તે યોગ્ય સમયે લેવામાં આવે.



