50ની ઉંમર પછી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરવા માટે શ્રેષ્ઠ ફળો અને શાકભાજી
મનુષ્ય 50મા વર્ષમાં પ્રવેશે ત્યાર બાદ ધીમે ધીમે ડાયાબિટીસ, કિડની રોગ, હૃદય વિકાર સંબંધી અનેક રોગો, હાઇ કોલેસ્ટ્રોલ, હાઇ બીપી જેવા અનેક રોગોનો સામનો કરવો પડતો હોય છે. જોકે, આજકાલ તો ઘણી નાની ઉંમરમાં જ લોકો આવા ભયંકર રોગના શિકાર બને છે. આવા સમયે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ઘણું મહત્વનું બની જાય છે. એમાં તમને મધર નેચર પણ ઘણી મદદ કરી શકે છે. મધર નેચર એક સ્વાદિષ્ટ કવચ પ્રદાન કરે છે. તમારા કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમાં રાખવા માટે તમારા શિયાળાના આહારમાં આ 5 ફળો અને શાકભાજી ઉમેરો, જે તમને તમારા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને તમારા હૃદયના સ્વાસ્થ્યને વધારવામાં મદદ કરશે. સફરજન સફરજન એન્ટીઑકિસડન્ટ પાવરહાઉસ છે, જે તમારા હૃદયને હાનિકારક મુક્ત રેડિકલથી બચાવે છે.
સફરજનમાં વિટામીન C ભરપૂર માત્રામાં હોય છે. તમારે દરરોજ એક સફરજન ખાવું જોઇએ. તે તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે અને બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદ કરશે. પાલક શિયાળામાં સુપરફૂડ સ્પિનચ તમારા હાર્ટને ફિટ રહેવામાં મદદ કરશે. પાલકમાં અભૂતપૂર્વ ગુણ છે. આ પાંદડાવાળા લીલા શાકભાજી લ્યુટીનથી ભરપૂર છે, જે બોસની જેમ કોલેસ્ટ્રોલનો સામનો કરે છે. લ્યુટીન ધમનીની દિવાલોને જાડી થતી અટકાવે છે. તમારા લોહીને સરળતાથી વહેતું રાખે છે અને તમારા હૃદયને સ્વસ્થ રાખે છે. પાલકને નિયમિતપણે ખાવાથી તમારા “ખરાબ” એલડીએલ કોલેસ્ટ્રોલને પણ ઘટાડી શકાય છે, જે તેને કાર્ડિયોવેસ્ક્યુલર રોગો સામે એક સંરક્ષણ પૂરુ પાડે છે. એવોકાડોસ મોનોઅનસેચ્યુરેટેડ ફેટ્સથી ભરપૂર એવોકાડોસ તમારા “સારા” એચડીએલ કોલેસ્ટ્રોલને વધારે છે, તમારા હૃદય રોગના એકંદર જોખમને ઘટાડે છે.
એવોકાડોસ ફાઇબર, વિટામિન ઇ અને પોટેશિયમનું પાવરહાઉસ ગણાય છે. એવોકાડોસને તમારા ભોજનમાં સ્થાન આપો અને હંમેશા સ્વસ્થ રહો. બ્લુબેરી જ્યારે કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવાની વાત આવે છે ત્યારે આ નાના બેરી પણ ઘણી કામની છે. બ્લુબેરીમાં એન્થોકયાનિન નામના એન્ટીઑકિસડન્ટ હોય છે, જે એલડીએલ કોલેસ્ટ્રોલ ઘટાડવા અને એચડીએલ (સારા) કોલેસ્ટ્રોલને વધારવા માટે મહત્વપૂર્ણ છે. કાલે હવે તમે કંટાળાજનક લેટ્યુસ ભાજીને ભૂલી જાવ અને કાલે નામની ભાજીને તમારા આહારમાં સામેલ કરો. કાલેમાં રહેલું સુપરહીરો કમ્પાઉન્ડ તમારા “ખરાબ” LDL કોલેસ્ટ્રોલને ઘટાડી દે છે અને તમારી ધમનીઓને હેલ્ધી રાખે છે જેથી લોહી સરળતાથી વહે છે.