FD પર દમદાર વ્યાજ આપે છે આ પાંચ બેંક, પછી કહેતાં નહીં કે કીધું નહોતું…

રોકાણ કરવાનો સૌથી સરળ અને જોખમ ના હોય એવો રસ્તો એટલે ફિક્સ્ડ ડિપોઝિટ (FD). જે લોકો બાંધકામ, શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી ડરે છે એવા લોકો માટે એફડીએ એક સેફ ઓપ્શન છે. પરંતુ હાલમાં એફડી પરના વ્યાજદરમાં ખૂબ ઘટાડો કરવામાં આવ્યો છે, જેને કારણે એફડીમાં રોકાણ કરવું એ નુકસાનદાયી છે એવું આર્થિક સલાહકારોનું માનવું છે.
એફડીમાં પૈસા રોકાણ કરવું એ ભલે સેફ ઓપ્શન છે પણ નુકસાન ઉઠાવવું પણ વાજબી નથી. પરિણામે નાગરિકો આજે પણ મોટા પાયે એફડીમાં રોકાણ કરી રહ્યા છે. જો તમે પણ એફડીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આજે અમે અહીં તમને 5 એવી બેંક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે એફડી પર જોરદાર રિટર્ન આપે છે. ચાસો જોઈએ કઈ છે આ બેંક-
આ પણ વાંચો: RBI બનાવશે તમારા બેંકિંગ પેમેન્ટને વધારે સુવિધાજનક, જાણો કઈ રીતે…
ફેડરલ બેંકઃ
ફેડરલ બેંક ખાતાધારકોને પાંચ વર્ષ એફડી કરવા માટે 7.1 ટકાનું વ્યાજ આપે છે. ઉદાહરણ તરીકે જો તમે આ બેંકમાં પાંચ લાખ રૂપિયા પાંચ વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકશો તો મેચ્યોરિટી પર તમને 7,10,873 રૂપિયા પાછા મળશે.
એચડીએફસી બેંકઃ
દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંક ગણાતી એચડીએફસી બેંક પોતાના ગ્રાહકોને એફડી પર સાત ટકા સુધીનું વ્યાજ આપે છે. જો આ બેંકમાં પણ તમે પાંચ વર્ષ માટે પાંચ લાખ રૂપિયા ઈન્વેસ્ટ કરશો તો તમને એફડીની મેચ્યોરિટી પર 7,07,389 રૂપિયા પાછા મળશે.
બેંક ઓફ બડોદાઃ
બેંક ઓફ બડોદા એ એક નેશનલાઈઝ બેંક છે અને આ બેંક પોતાના ગ્રાહકોને પાંચ વર્ષની એફડી પર 6.8 ટકાનું વ્યાજ આપે છે. જો તમે આ બેંકમાં પાંચ લાખ રૂપિયા પાંચ વર્ષ માટે એફડી કરશો તો મેચ્યોરિટી પર તમને 7,00469 રૂપિયા પાછા મળશે.
યુનિયન બેંકઃ
યુનિયન બેંક પણ પોતાના ગ્રાહકોને એફડી પર 6.5 ટકાનો વ્યાજદર ઓફર કરે છે. આ બેંકમાં પણ પાંચ લાખ રૂપિયાની એફડી પર તમને 1,90,210 રૂપિયાનો ચોખ્ખો ફાયદો આપે છે. એફડીએ પૈસા રોકવા માટે સૌથી સેફ ઓપ્શન છે.
કોટક મહિન્દ્રા બેંકઃ
કોટક મહિન્દ્રા બેંક પોતાના ગ્રાહકોને પાંચ વર્ષની એફડી પર 6.2 ટકાનો વ્યાજ ઓફર કરે છે. આ બેંકમાં પણ તમને પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને બદલામાં તમને 6,80,093 રૂપિયા પાછા મળે છે.