આ દેશોની વર્કિંગ પોલિસી છે ગજબની, અઠવાડિયામાં આટલા દિવસ જ કરવું પડે છે કામ…
સોશિયલ મીડિયા પર એક અલગ જ બહેર શરૂ થઈ ગઈ છે જેમાં એક વર્ગ છે જે કલાકો સુધી કામ કરવા પર જોર આપે છે તો બીજો વર્ગ એવો પણ છે કે જે કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય પર જોર આપે છે. એક તરફ જ્યાં આપણે ત્યાં 90 કલાક સુધી કામ કરવાને લઈને સોશિયલ મીડિયા પર દલીલો ચાલી રહી છે, ત્યાં દુનિયામાં કેટલાક એવા દેશો પણ છે કે જ્યાંની વર્કિંગ પોલિસી એકદમ કમાલની છે. આ દેશોની વર્કિંગ પોલિસી વિશે જાણીને તમને પણ આ દેશોમાં નોકરી કરવાની ઈચ્છા થઈ જશે, ચાલો જોઈએ શું છે આ દેશોની પોલિસી…
અમે જે દેશોની વાત કરી રહ્યા છીએ એ દેશ કર્મચારીઓ માટે ખરેખર સ્વર્ગ સમાન છે, કારણ કે આ દેશોમાં અઠવાડિયામાં પાંચ કે છ નહીં પણ માત્ર ચાર જ દિવસ કામ કરવું પડે છે. જી હા, આ હકીકત છે. આ યાદીમાં સૌથી પહેલાં આવે છે નેધરલેન્ડ. અહીં સાત દિવસમાંથી ફોર ડેઝ વર્કિંગ હોય છે. નેધરલેન્ડમાં કામ કરવાના કલાકો સૌથી ઓછા છે અને અહીં એક કર્મચારી અઠવાડિયાના માત્ર 29 કલાક જ કામ કરે છે.
આ પણ વાંચો: Eiffel Tower ના ટોપ પર છે આ સિક્રેટ રૂમ, બધાને નથી એન્ટ્રી, જાણો શું છે આ રૂમનું સિક્રેટ?
નેધરલેન્ડથી આગળ વધીએ અને વાત કરીએ બીજા દેશ વિશે. આ દેશે બે વર્ષ પહેલાં જ એટલે કે 2022માં જ ફોર ડેઝ અ વીકની પોલિસી અપનાવી હતી. અહીં વાત થઈ રહી છે બેલ્જિયમ યુરોપિયન યુનિયનની. અહીં પણ અઠવાડિયામાં ચાર જ દિવસ કામ કરવાનું કલ્ચર છે. આ ઉપરાંત હાલમાં થોડાક સમય પહેલાં જ જર્મનમાં ફોર ડેઝ વર્કિંગ કલ્ચર અમલમાં મૂકવામાં આવ્યું છે. જર્મનીમાં રહેતાં લોકોએ અઠવાડિયામાં ચાર જ દિવસ કામ કરવું પડે છે અને બાકીના ત્રણ દિવસ રજા હોય છે.
ફોર ડેઝ અ વીક કલ્ચર અપનારા દેશોમાં ડેન્માર્કનો સમાવેશ પણ થાય છે. અહીંના લોકો પણ પણ ફોર ડેઝ અ વીકનું કલ્ચરમાં વિશ્વાસ રાખે છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાની અનેક કંપનીઓએ પણ આ આઈડિયલ વર્ક પોલિસીને અપનાવી છે. લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે જાપાનના લોકોએ તો 2021માં જ ફોર ડેઝ અ વીક કલ્ચર અપનાવી લીધું હતું. આ કલ્ચર અત્યાર સુધી ફોલો કરવામાં આવે છે. સ્પેન, યુએઈ, આઈસલેન્ડ અને યુકેમાં પણ કર્મચારીઓએ અઠવાડિયાના ચાર જ દિવસ કામ કરવું પડે છે.
છે ને એકદમ ન માની શકાય એવી વાત? આ દેશો વિશે જાણીને તકમને પણ અહીં કામ કરવાની ઈચ્છા થઈ ગઈ ને?