શું તમે પણ બે Credit Card રાખો છો? આ સ્ટોરી વાંચી લેશો તો તમારો ફાયદો 100 ટકા ગેરેન્ટેડ…

ભારતમાં ક્રેડિટ કાર્ડનો યુઝ ધીરે ધીરે વધી રહ્યો છે. લોકો પોતાના ફાઈનાન્શિયલ ખર્ચને મેનેજ કરવા માટે લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. અનેક લોકો તો એકથી વધારે ક્રેડિટ કાર્ડ્સ યુઝ કરે છે.
પણ શું બે ક્રેડિટ કાર્ડ યુઝ કરવા એ સાચો કે યોગ્ય નિર્ણય છે? તમે પણ જો એક કરતાં વધારે ક્રેડિટ કાર્ડ યુઝ કરતાં હોવ તો આ સ્ટોરી તમારા માટે જ છે. ચાલો જાણીએ આ વિશે નિષ્ણાતોનું શું માનવું છે…
એક્સ્પર્ટ્સના જણાવ્યા અનુસાર બે ક્રેડિટ કાર્ડ રાખવાના આઈડિયાને ખૂબ જ યોગ્ય માને છે, કારણ કે એનાથી ખર્ચને સરળતાથી મેનેજ કરી શકાય છે. આ સાથે રિવોર્ડ્સને પણ વધુને વધુ વધારી શકાય છે. એક્સપર્ટ્સ ફાઈનાન્શિયલ કંડીશનને મેનેજ કરવાનો એક સરળ ઉપાય પણ માનવામાં આવે છે. હવે ત્રણ એવા કારણો વિશે પણ જાણીએ કે જેને બે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તમારા માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે-
રિવોર્ડ અને એક્સ્ટ્રા બેનેફિટ્સઃ
બે ક્રેડિટ કાર્ડ હોવાને કારણે તમે સ્ટ્રેટેજિકલી અલગ અલગ કાર્ડનો ઉપયોગ અલગ અલગ ખર્ચ માટે કરી શકો છો. દાખલા તરીકે સમજાવવાનું થાય તો એક કાર્ડનો ઉપયોગ તમે સામાન્ય રોજબરોજની વસ્તુઓના ઉપયોગ માટે કરવામાં આવે છે, જેના પર તમને કેશબેક મળે છે, જ્યારે બીજા કાર્ડનો ઉપયોગ તમે ઓનલાઈન શોપિંગ કે ટ્રાવેલ વગેરે માટે કરી શકો છો.
સારો ક્રેડિટ સ્કોરઃ
તમારી પાસે બે ક્રેડિટ કાર્ડ હોય તો તમે ક્રેડિટ સ્કોરને ખૂબ જ સારી રીતે મેનેજ કરી શકો છો. બે કાર્ડને જવાબદારીપૂર્વક યુઝ કરવામાં આવે તો ક્રેડિટ યુઝ રેશિયો ઘટી શકે છે અને તમારું બિલ પેમેન્ટ ફટાફટ પણ કરી શકાય છે. આનાથી તમારે ક્રેડિટ સ્કોરને જાળવી રાખવા કે સુધારવામાં પણ મદદ મળી શકે છે. જેને કારણે ભવિષ્યમાં લોન વગેરે લેવામાં પણ સરળતા રહે છે.
ખર્ચ કરવામાં ફ્લેક્સિબિલીટીઃ
બે ક્રેડિટ કાર્ડ હોવાને કારણે તમને ખર્ચ કરવામાં પણ ફ્લેક્સિબિલિટી મળે છે. જો તમારું પહેલું કાર્ડ ખોવાઈ જાય, બ્લોક થઈ જાય કે પછી રિજેક્ટ કરવામાં આવે તો આવી સ્થિતિમાં બીજું કાર્ડ તમારા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. અગાઉ કહ્યું એમ એક કાર્ડનો ઉપયોગ તમે રોજબરોજના ખર્ચ માટે અને બીજા કાર્ડનો ઉપયોગ ખર્ચ ઓનલાઈન શોપિંગ કે પછી વેકેશન્સ વગેરે માટે કરી શકો છો.
બે કાર્ડના નુકસાન પણ જાણી લો:
બે ક્રેડિટ કાર્ડ્સ હોવાને કારણે ખર્ચ કરવામાં સરળતા રહે છે, પરંતુ આ બે કાર્ડ રાખતી વખતે કેટલીક સાવધાની પણ રાખવી જોઈએ. હાઈ રેટ ઈન્ટરેસ્ટ, હિડન ફી અને લોનની રિસ્ક વગેરેનું પણ ધ્યાન આપવું જરૂરી છે. ફાઈનાન્શિયલ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર બીજા કાર્ડ માટે અરજી કરતાં પહેલાં તેના ફાયદા અને નુકસાન વિશે પણ જાણી લેવું જોઈએ.
આ પણ વાંચો…SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે મોટા સમાચાર: 16 સપ્ટેમ્બરથી આ નિયમ બદલાશે, જાણો શું થશે અસર?