સ્પેશિયલ ફિચર્સ

જો આ એક કામ નહીં કરો તો બેંક લોકરમાં રાખેલું સોનુ-ચાંદી, કિંમતી સામાન નથી સુરક્ષિત, થશે લાખોનું નુકસાન…

આપણામાંથી મોટાભાગના લોકો કિંમતી વસ્તુઓ, મહત્ત્વના દસ્તાવેજો અને જ્વેલરી વગેરે મૂકવા માટે બેંક લોકરને સૌથી વધારે સુરક્ષિત ઓપ્શન માને છે. લોકરમાં કિંમતી જણસ મૂકીને આપણે વિચારીએ છીએ કે હવે તમામ જવાબદારી બેંકની છે. પરંતુ તમને જાણીને નવાઈ કે હકીકત આના કરતાં એકદમ અલગ જ છે. જો તમે પણ બેંકના લોકરમાં રહેલો સામાન સુરક્ષિત રાખવા માંગો છો તો તમારે આ સ્ટોરી છેલ્લે સુધી ચોક્કસ વાંચી જવી જોઈએ…

બેંક લોકરમાં આપણે સામાન્યપણે સોના-ચાંદી કે ડાયમંડ જ્વેલરી, જરૂરી દસ્તાવેજો અને બીજી અનેક વસ્તુઓ મૂકીએ છીએ અને એવું માનીએ છીએ કે હવે આપણા સામાનની સુરક્ષાની જવાબદારી બેંકની છે. જો કોઈ નુકસાન થશે તો તેની બેંક જ તેની ભરપાઈ કરશે. પરંતુ હકીકત એના કરતાં અલગ છે, જેના વિશે આપણે અહીં આ સ્ટોરીમાં વાત કરીશું. જો તમે પણ બેંક લોકરમાં રહેલાં તમારા સામાનને સુરક્ષિત રાખવા માંગો છો તો તમારે કેટલાક જરૂરી કામ ચોક્કસ કરી લેવા જોઈએ.

નિયમની વાત કરીએ તો આરબીઆઈ દ્વારા તૈયાર કરવામાં આવેલી ગાઈડલાઈન્સ અનુસાર બેંક અને ગ્રાહકનો સંબંધ માત્ર લોકર ભાડા પર આપવા સુધી જ મર્યાદિત છે. બેંક એ વાત નથી જાણતી કે લોકરમાં શું રાખવામાં આવ્યું છે અને તેની કિંમત કેટલી છે.

આરબીઆઈના દિશા-નિર્દેશ અનુસાર બેંક લોકરમાં રહેલી કોઈ પણ વસ્તુના નુકસાનની ભરપાઈ માટે ત્યારે જ જવાબદાર હોય છે જો એ નુકસાન બેંકની લાપરવાહી, ભૂલ કે કર્મચારીના ફ્રોડ કારણે થયું હોય. તમારે પણ આવા નુકસાનથી બચવું હોય તો અમે તમને અહીં કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું જે તમારા માટે ખૂબ જ કામની સાબિત થશે.

જોકે, આવી સ્થિતિમાં બેંકનું વળતર પણ ખૂબ જ મર્યાદિત હોય છે. બેંક વધુમાં વધુ લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા સુધીનું જ વળતર આપી શકે છે. જે લાખોના નુકસાનની સામે ખૂબ જ ઓછું છે. આ જ કારણસર બેંકમાં રાખવામાં આવેલા કિંમતી સામાનનું ઈન્શ્યોરન્સ ચોક્કસ કરાવવું જોઈએ. આ ઈન્શ્યોરન્સ ચોરી, આગ, પૂર, ભૂકંપ જેવી ઘટનામાં આર્થિક સુરક્ષા પૂરી પાડે છે.

ઈન્શ્યોરન્સમાં સોનુ, ચાંદી, ડાયમંડ જ્વેલરી, કિંમતી દસ્તાવેજ અને મોંઘી વસ્તુઓનો સમાવેશ થાય છે. જોકે, કવરેજ સંપૂર્ણપણે વીમા કંપની પર આધાર રાખે છે. લોકર ઈન્શ્યોરન્સ ગ્રાહકે જાતે પોતે લેવો પડે છે. કેટલીક બેંક ગ્રુપ પોલિસી પણ આપે છે, જેમાં ઓછા પ્રીમિયમમાં મોટું કવરેજ મળી જાય છે.

ઓછા ખર્ચમાં લાખોની સુરક્ષા અને માનસિક શાંતિ મેળવવા માટે તમારે આજે જ બેંક લોકર ઈન્શ્યોરન્સ આજના સમયમાં એક સમજદારી અને સુરક્ષિત પગલું માનવામાં આવે છે. જો તમે પણ હજી સુધી બેંક લોકરમાં મૂકેલાં તમારા કિંમતી સામાનનું ઈન્શ્યોરન્સ નથી કરાવ્યું તો આજે જ કરાવી લો, જેથી તમારે કોઈ મુશ્કેલીમાં મૂકાવવાનો વારો ના આવે…

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસ શેર કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો…

આ પણ વાંચો…હવે બેંક લોકર પણ સલામત નથી, રાજકોટમાં રૂ. એક કરોડનું સોનું ગાયબ થતાં ખળભળાટ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button