સ્પેશિયલ ફિચર્સ
સપ્ટેમ્બર 2025માં અડધો મહિનો બેંકો બંધ! RBIની આ યાદી જોઈને બેંકનું કામ પતાવજો…

ઓગસ્ટ મહિનો પૂરો થઈને ટૂંક સમયમાં જ સપ્ટેમ્બર મહિનો શરૂ થશે. સપ્ટેમ્બર મહિનામાં જો તમે બેંક સંબંધિત કોઈ કામ પતાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે જ છે, કારણ કે સપ્ટેમ્બર મહિનામાં ઓલમોસ્ટ અડધો મહિનો બેંકો બંધ રહેશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી બેંક હોલીડેની યાદી પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં 15 દિવસ બેંકમાં રજા રહેશે, જેમાં શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓનો સમાવેશ થાય છે. ચાલો જોઈએ સપ્ટેમ્બરમાં ક્યારે ક્યારે બેંકમાં રજા રહેશે.
આ દિવસે છે બેંક હોલીડે-
- 3જી સપ્ટેમ્બરના બુધવારે રાંચી, ઝારખંડમાં કરમા પૂજા નિમિત્તે રજા રહેશે
- ચોથી સપ્ટેમ્બરના ગુરુવારે કેરળના ત્રિવેન્દ્રમ અને કોચીમાં પહેલાં ઓણમ નિમિત્તે રજા રહેશે
- પાંચમી સપ્ટેમ્બરના શુક્રવારે ઈદ-એ-મિલાદ નિમિત્તે અનેક રાજ્યોમાં બેંકો બંધ રહેશે
- છઠ્ઠી સપ્ટેમ્બરના શનિવારે ઈદ-એ-મિલાદ, ઈન્દ્રજત્રા નિમિત્તે ગંગટોક અને રાયપુરમાં બેંક હોલીડે
- 7મી સપ્ટેમ્બરના રવિવારે સાપ્તાહિક રજા રહેશે
- 13મી સપ્ટેમ્બરના બીજા શનિવાર નિમિત્તે બેંક હોલીડે રહેશે
- 14મી સપ્ટેમ્બરના રવિવારે સાપ્તાહિક રજાને કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે
- 21મી સપ્ટેમ્બરના રવિવારે સાપ્તાહિક રજાને કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે
- 22મી સપ્ટેમ્બરના નવરાત્રિ ઘટસ્થાપનાને કારણે જયપુર સહિત અનેક રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે
- 23મી સપ્ટેમ્બરના રોજ મહારાજા હરિસિંહજી જયંતિ નિમિત્તે જમ્મુ અને શ્રીનગરમાં રજા રહેશે.
- 27મી સપ્ટેમ્બરના રોજ ચોથો શનિવાર હોવાથી બેંકમાં રજા રહેશે
- 28મી સપ્ટેમ્બરના સાપ્તાહિક રજા હોવાથી બેંક બંધ રહેશે.
- 29મી સપ્ટેમ્બરના મહસપ્તમી, દુર્ગાપૂજાને કારણે ગુજરાત, પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં રજા રહેશે
આ પણ વાંચો…SBI ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર મળતા ફાયદા થશે બંધ, બેંકે નિયમોમાં કર્યા ફેરફાર