જાન્યુઆરી, 2025માં આટલા દિવસ રહેશે Bank Holiday, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
ડિસેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને એની સાથે જ 2024નું વર્ષ પણ પૂરું થવા જઈ રહ્યું છે. આ મહિનો અને વર્ષ પૂરું થવાની સાથે સાથે જ નવું નક્કોર 2025નું વર્ષ શરૂ થશે. 2025ના જાન્યુઆરી મહિનામાં બેંકો 15 દિવસ બંધ રહેશે.
આ પણ વાંચો: SBI, ICICI, HDFC બેંકોને લઈને RBIએ આપી મહત્ત્વની માહિતી, તમારું પણ ખાતું હોય તો જાણી લેજો…
આરબીઆઈ દ્વારા દર મહિનાની બેંકોની રજાઓની યાદી બહાર પાડવામાં આવે છે અને આ જ અનુસંધાનમાં આરબીઆઈ દ્વારા જાન્યુઆરી, 2025માં બેંકો કેટલા દિવસ બંધ રહેશે એની યાદી પણ બહાર પાડવામાં આવી છે. આ રજાઓમાં રવિવારની બીજી રજાઓ અને બીજા તેમ જ ચોથા શનિવારની રજાનો સમાવેશ પણ થાય છે. આવો જોઈએ જાન્યુઆરીમાં કયારે ક્યારે બેંકો બંધ રહેશે-
પહેલી જાન્યુઆરી: નવા વર્ષનો પહેલો દિવસ
બીજી જાન્યુઆરી: નવું વર્ષ અને મન્નમ જયંતિ
પાંચમી જાન્યુઆરી: રવિવાર
છઠ્ઠી જાન્યુઆરી: ગુરુ ગોવિંદસિંહ જયંતિ
11મી જાન્યુઆરી: બીજો શનિવાર
12મી જાન્યુઆરી: રવિવાર અને સ્વામી વિવેકાનંદ જયંતિ
14મી જાન્યુઆરી: મકર સંક્રાંતિ અને પોંગલ
15મી જાન્યુઆરી: તિરુવલ્લુવર દિવસ , માઘ બિહુ અને મકર સંક્રાંતિ
16મી જાન્યુઆરી: ઉજ્જવર તિરુનલ
19મી જાન્યુઆરી: રવિવાર
22મી જાન્યુઆરી: ઈમોઈન
23મી જાન્યુઆરી: નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતિ
25મી જાન્યુઆરી: ચોથો શનિવાર
26મી જાન્યુઆરી: પ્રજાસત્તાક દિવસ
30મી જાન્યુઆરી: સોનમ લોસર
આરબીઆઈની સત્તાવાર યાદી આવવવાની હજી બાકી છે…
આમ તો જાન્યુઆરીમાં આવતી દરેક રજાઓ વિશે તમને અહીં માહિતી આપવામાં આવી છે અને તમે આ યાદી પ્રમાણે જ તમારા બેંક સંબંધિત કામકાજનું પ્લાનિંગ કરી શકો છો. જોકે, આરબીઆઈ દ્વારા હજુ સુધી વર્ષ 2025 માટે બેંકની સત્તાવાર રજાઓની જાહેરાત કરી નથી. આ મુખ્ય તહેવારો જાન્યુઆરી 2025માં ભારતના વિવિધ ભાગોમાં ઉજવવામાં આવશે અને એ પ્રમાણે તેની રજાઓ આગળ પાછળ થઈ શકે છે.