ડિસેમ્બર 2025માં બેંકો રહેશે 15 દિવસ બંધ! RBIએ બહાર પાડી યાદી…

નવેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને ટૂંક સમયમાં જ 2025નો છેલ્લો મહિનો ડિસેમ્બર શરૂ થઈ જશે. ડિસેમ્બર વર્ષનો છેલ્લો મહિનો હોવાને કારણે આ મહિનામાં અલગ અલગ રજાઓ હોય છે અને જો તમે પણ આવતા મહિને બેંકિંગ રિલેટેડ કામ પતાવવાનું વિચારી રહ્યા છો તો પહેલાં આ સમાચાર વાંચી લો. મળતી માહિતી અનુસાર ડિસેમ્બર મહિનામાં બેંકો અડધા મહિના સુધી બંધ રહેશે, જેના વિશે તમારે જાણી લેવું જોઈએ.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દર મહિનાની રજાઓની યાદી બહાર પાડવામાં આવે છે અને આ વખતે આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર ડિસેમ્બર મહિનામાં દસ-બાર નહીં પૂરા 15 દિવસ સુધી બંધ રહેશે. જોકે, અલગ અલગ રાજ્યોમાં આ રજાઓ અલગ અલગ હોઈ શકે છે. ચાલો જોઈએ ડિસેમ્બર મહિનામાં ક્યારે ક્યારે બેંકો બંધ રહેશે.
ડિસેમ્બર મહિનામાં આ તારીખે હશે બેંકોમાં રજા
- પહેલી ડિસેમ્બર, સોમવારે ઈન્ડિજિનસ ફેથ ડે નિમિત્તે અરુણાચલ પ્રદેશમાં રજા રહેશે
- ત્રીજી ડિસેમ્બર, બુધવારે સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરની પુણ્યતિથિ નિમિત્તે ગોવામાં બેંક હોલીડે
- સાતમી ડિસેમ્બરના રવિવારને કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે.
- 12મી ડિસેમ્બર, શુક્રવારના પા તોગન નેંગમિંજા સંગમા દિવસને કારણે મેઘાલયમાં રજા રહેશે
- 13મી ડિસેમ્બરના બીજો શનિવાર હોવાથી બેંકોમાં રજા રહેશે
- 18મી ડિસેમ્બર, ગુરુવારે ગુરુ ઘાસીદાસ જયંતિ, યુ સોસો થમ પુણ્યતિથિને કારણે છત્તીસગઢ અને મેઘાલયમાં બેંકોમાં રજા રહેશે
- 19મી ડિસેમ્બર, શુક્રવારે ગોવા મુક્તિ દિવસને કારણે ગોવામાં બેંક હોલીડે રહેશે
- 21મી ડિસેમ્બરના રવિવાર હોવાથી દેશભરની બેંકોમાં રજા રહેશે
- 24મી ડિસેમ્બર, બુધવારે ક્રિસમસ ઈવને કારણે મેઘાલય મિઝોરમમાં બેંકો બંધ રહેશે
- 25મી ડિસેમ્બરના ગુરુવારે ક્રિસમસને કારણે બેંકોમાં રજા રહેશે
- 26મી ડિસેમ્બર, શુક્રવારે ક્રિસમસ સેલિબ્રેશન, શહીદ ઉધમસિંહ જયંતિ નિમિત્તે મેઘાલય, મિઝોરમ, તેલંગણા, હરિયાણામાં બેંકોમાં રજા રહેશે
- 27મી ડિસેમ્બરના ચોથો શનિવાર અને ગુરુ ગોવિંદસિંહ જયંતિ નિમિત્તે હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશમાં રજા રહેશે
- 28મી ડિસેમ્બરના રોજ રવિવાર હોવાથી દેશભરની બેંકોમાં રજા રહેશે
- 30મી ડિસેમ્બર, મંગળવારે યુ કિયાંગ નાંગબાહ દિવસ, તામુલોસરને કારણે મેઘાલય, સિક્કિમમાં બેંકો બંધ રહેશે.
- 31મી ડિસેમ્બરના બુધવાર ન્યુ યર ઈવને કારણે પણ અનેક રાજ્યોમાં બેંક હોલિડે રહેશે
આ રજાઓની તમારા પર શું અસર થશે?
આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી આ રજાઓની તમારા પર શું અસર જોવા મળશે એની વાત કરીએ તો આ દિવસોમાં તમે ચેક ક્લિયરન્સ, પાસબુક અપડેટ, કેશ હેન્ડલિંગ જેવા કામ નહીં કરી શકશો. જ્યારે મોબાઈલ એપ, નેટ બેકિંગ કે એટીએમની મદદથી તમે તમારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન પૂરા કરી શકશો.
આપણ વાંચો: મતદાર યાદી અપડેટના નામે નવું કૌભાંડ! ‘SIR ફોર્મ’ સ્કેમથી બચવા માટે શું કરશો?



