સ્પેશિયલ ફિચર્સ
Bank Holiday: ફટાફટ પતાવી લો બેંકના કામ, માર્ચ મહિનામાં આટલા દિવસ બંધ રહેશે બેંકો

નવી દિલ્હી : દેશની બેંકો માર્ચ મહિનામાં આવી રહેલા તહેવારોના પગલે કુલ 13 દિવસ બંધ(Bank Holiday) રહેવાની છે. તેથી ગ્રાહકોએ બેંક સબંધી તમામ કામ ધ્યાન રાખીને વહેલી તકે પૂર્ણ કરવા પડશે. માર્ચ મહિનામાં બે શનિવાર અને પાંચ રવિવારે પણ બેંકો બંધ રહેશે. જ્યારે અનેક રાજ્યોમાં અલગ અલગ દિવસે બેંક બંધ રહેવાની છે.
માર્ચ મહિનામા બેંક રજાઓની યાદી
- 2 માર્ચ, રવિવાર: રવિવારની રજા: આ દિવસે દેશની બધી બેંકો બંધ રહેશે.
- 7 માર્ચ, શુક્રવાર: છપચર કુટ ઉત્સવ: આ દિવસે મિઝોરમના આઈઝોલમાં બેંકો બંધ રહેશે.
- 8 માર્ચ, શુક્રવાર: છપચર કુટ ઉત્સવ: આ દિવસે મિઝોરમના આઈઝોલમાં બેંકો બંધ રહેશે.
- 9 માર્ચ, શનિવાર: બીજો શનિવાર: આ દિવસે દેશની બધી બેંકો બંધ રહેશે.
- 13 માર્ચ, ગુરુવાર: હોળી: દેહરાદૂન,કાનપુર, લખનૌ અને રાંચી અને તિરૂવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.
- 14 માર્ચ, શુક્રવાર: ધૂળેટીની રજા, દેશભરમાં બેંકો બંધ રહેશે.
- 15 માર્ચ, શનિવાર: યાઓસેંગ દિવસ: આ દિવસે અગરતલા, ભુવનેશ્વર, ઇમ્ફાલ, પટનામાં બેંકો બંધ રહેશે.
- 16 માર્ચ, રવિવાર: રવિવારની રજા: આ દિવસે દેશની બધી બેંકો બંધ રહેશે.9. 22 માર્ચ, શનિવાર: ચોથો શનિવાર અને બિહાર દિવસ, ચોથો શનિવાર હોવાથી બેંકોમાં રજા રહેશે.
- 23 માર્ચ, રવિવાર: રવિવારની રજા: આ દિવસે દેશની બધી બેંકો બંધ રહેશે.
- 27 માર્ચ, ગુરુવાર: શબ-એ-કદર: આ દિવસે જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
- 28 માર્ચ, શુક્રવાર: જમાત ઉલ વિદા: આ દિવસે જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
- 30 માર્ચ, રવિવાર: રવિવારની રજા: આ દિવસે દેશની બધી બેંકો બંધ રહેશે.
31 માર્ચ વર્ષના બેકિંગ કામકાજનો અંતિમ દિવસ
આરબીઆઇના હોલિડે કેલેન્ડરમાં હજુ પણ 31 માર્ચ એટલે કે ઈદની રજાનો ઉલ્લેખ છે. પરંતુ લગભગ એક અઠવાડિયા પહેલા આરબીઆઈએ એક નવું જાહેરનામું બહાર પાડીને કહ્યું કે 31 માર્ચ વર્ષના બેકિંગ કામકાજનો અંતિમ દિવસ છે. જેના લીધે બેંકોમાં કોઈ રજા નહીં રહે. દેશની બધી બેંકો ખુલ્લી રહેશે.
આ પણ વાંચો…ઓડિશાના દરિયા કિનારે અદ્ભૂત નજારોઃ જૂઓ વાયરલ વીડિયો