Bank Holiday: જૂન મહિનામાં છે મુખ્ય 3 તહેવાર, જાણો બેંકના કર્મચારીઓને મળશે કેટલી રજાઓ

જૂન મહિનામાં બેંકના કર્મચારીઓને કુલ 12 રજા મળશે. જેમાં બકરી ઈદ જેવા તહેવારો, પ્રાદેશિક ઉત્સવો અને અઠવાડિયાની રજાઓનો સમાવેશ થાય છે. દરેક સાર્વજનિક અને ખાનગી બેંક મહિનાના બીજા અને ચોથા શનિવાર તથા રવિવારે બંધ રહેશે. RBI અને રાજ્ય સરકારો દ્વારા રાષ્ટ્રીય તથા પ્રાદેશિક તહેવારો, ધાર્મિક આયોજનો અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આધારે રજાઓની યાદી જાહેર કરે છે. રાજ્ય પ્રમાણે તેમા ફેરફાર હોઈ શકે છે. તેથી સ્થાનિક બેંક શાખા પરથી તેની ખરાઈ કરવી યોગ્ય રહેશે.
જૂન 2025માં બેંકની રજાઓની યાદી
1 જૂન (રવિવાર): સાપ્તાહિક રજા
6 જૂન (શુક્રવાર): ઈદ-ઉલ-અધા(બકરી ઈદ): કેરળના કોચ્ચિ અને તિરૂવનંતપુરમમાં બેંક બંધ રહેશે.
7 જૂન (શનિવાર): બકરી ઈલ (સમગ્ર દેશમાં બેંક બંધ રહેશે)
8 જૂન (રવિવાર): સાપ્તાહિક રજા
11 જૂન (બુધવાર): સંત ગુરૂ કબીર જયંતિ/સાગા દાવા: સિક્કિમ(ગંગટોક) અને હિમાચલ પ્રદેશ(શિમલા)માં બેંક બંધ રહેશે.
14 જૂન (શનિવાર): બીજો શનિવાર (દરેક બેંક બંધ રહેશે)
15 જૂન (રવિવાર): સાપ્તાહિક રજા
22 જૂન (રવિવાર): સાપ્તાહિક રજા
27 જૂન (શુક્રવાર): રથયાત્રા: ઓરિસ્સા(ભુવનેશ્વર) અને મણિપુર(ઈંફાલ)માં બેંક બંધ રહેશે.
28 જૂન (શનિવાર): ચોથો શનિવાર(દરેક બેંક બંધ રહેશે)
29 જૂન (રવિવાર): સાપ્તાહિક રજા
30 જૂન (સોમવાર): રેમ્ના ની: મિઝોરમ (આઈઝોલ)માં બેંક બંધ રહેશે.
કેરળમાં 6 જૂનને શુક્રવારે બકરી ઈદના કારણે બેંક બંધ રહેશે. ત્યારબાદ 7 જૂનને શનિવારે સમગ્ર દેશમાં અને 8 જૂનને રવિવારે સાપ્તાહિક રજા હોવાના કારણે કેરળની બેંકના કર્મચારીઓને ત્રણ દિવસની લાંબી રજા મળશે.
રજાના દિવસો દરમિયાન બેંકમાં ચેક અથવા પ્રોમિસરી નોટ જેવી લેવડ-દેવડ થશે નહીં. કારણ કે તે નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ આવે છે. રજાના દિવસોમાં તમે ઓનલાઈન તથા મોબાઈલ બેંકિંગનો ઉપયોગ કરી શકો છો.