બોલો, યુ ટ્યૂબ પર બજરંગ બલીની બોલબાલા, 3.6 અબજથી વધુ વધત જોવાયો વીડિયો… | મુંબઈ સમાચાર

બોલો, યુ ટ્યૂબ પર બજરંગ બલીની બોલબાલા, 3.6 અબજથી વધુ વધત જોવાયો વીડિયો…

બોક્સ ઓફિસ પર હંમેશાથી શાહરુખ ખાન અને સલમાન ખાનનું રાજ ચાલે છે અને યુટ્યૂબ પર પણ એમની જ ફિલ્મો અને ગીતોની બોલબાલા જોવા મળે છે. પણ આજે અમે અહીં તમારી એ માન્યતાને ખોટી ઠેરવવા જઈ રહ્યા છે. આજે અમે અહીં તમને યુટ્યૂબ પર સૌથી વધુ વખત જોયેલા વીડિયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ વીડિયો સલમાન કે શાહરૂખ ખાનનો નહીં પણ સંકટમોચન, પવનપુત્ર હનુમાનનો છે.

જી હા, ટ્યૂબ પર સૌથી વધુ વખત જોવાયેલું ભજન કોઈ ફિલ્મ, સિરીયલ કે આલ્બમનું નહીં પણ હનુમાન ચાલીસા છે. અત્યાર સુધીમાં ત્રણ અબજથી વધુ લોકો આ હનુમાન ચાલીસાનો વીડિયો જોઈ ચૂક્યા છે અને રોજ સાંભળી પણ રહ્યા છે. જેને કારણે દરરોજ આ ભજનના વ્યૂઝ વધતા જ જઈ રહ્યા છે.

https://youtu.be/AETFvQonfV8

એક રિપોર્ટ અનુસાર ભક્તિસાગર યુટ્યૂબ ચેનલ પર શેર કરવામાં આવેલા હનુમાન ચાલીસાના વીડિયોને અત્યાર સુધીમાં 3.6 બિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ હનુમાન ચાલીસા ગુલશન કુમાર અને હરિહરને ગાઈ છે અને લોકો આજે પણ એને સાંભળીને હનુમાનદાદાની ભક્તિમાં લીન થઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે ગુલશન કુમાર એક ઈન્ડિયન બિઝનેસમેન અને પ્રોડ્યુસર હતા અને 12મી ઓગસ્ટ, 1997માં તેમની હત્યા કરવામાં આવી હતી. તેમના મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકતા જ તેનો આખો હૂલિયો બદલાઈ ગયો. 1988માં તેમને ફિલ્મ કયામત સે કયામત તકમાં પહેલો બ્રેક મળ્યો હતો. ત્યાર બાદ ફિલ્મ આશિકીના ગીતોએ પણ તમામ રેકોર્ડ બ્રેક કર્યા હતા. લોકો એમને કેસેટ કિંગના નામથી ઓળખવા લાગ્યા હતા. પરંતુ 1997માં ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી હતી, જે જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા.

સંબંધિત લેખો

Back to top button