દિલ્હીમાં ‘બેઠકને લઈને બબાલ’, સોશિયલ મિડયામાં Video Viral, વૃદ્ધે કહ્યું ‘મારા માથા પર બેસી જાઓ’
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી આવી રહી છે જેને લઈને રાજકીય પક્ષોમાં અને ગઠબંધનોમાં ‘બેઠક’ને લઈને ઘણી માથાકૂટો ચાલી રહી છે તેવામાં દિલ્હીમાં પણ એક બેઠકને લઈને બબાલ થઈ હતી. દિલ્હી મેટ્રોમાં સીટોને લઈને હંમેશા હોબાળો થાય છે. સોશિયલ મીડિયા પર તેના વીડિયો પણ દરરોજ વાયરલ થતાં હોય છે. હવે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર Viral થઈ રહ્યો છે. જેમાં સીટને લઈને બે લોકો વચ્ચે જોરદાર બબાલ જોવા મળી રહી છે. જેને લઈને લોકો એકઠા થઈ ગયા છે. વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ અન્ય વ્યક્તિને કહે છે, ‘તમે મારા માથા પર બેસશો?’ બાદમાં બંનેએ આ મુદ્દે ફરિયાદ કરવાની વાત કરી હતી. આ દરમિયાન લોકો પોતાના ઝઘડાને પતાવવાની કોશિશ પણ કરે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર @gharkekalesh નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 15.8 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. લોકો તેને ખૂબ લાઇક અને શેર કરી રહ્યા છે. તેઓ આ અંગે કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે.
એક યુઝરે કમેન્ટ કરી કે, ‘આ દિવસોમાં દિલ્હી મેટ્રોમાં ઝઘડા સામાન્ય થઈ ગયા છે. કોઈ સીટ માટે લડી રહ્યું છે તો કોઈ રીલ બનાવીને ડાન્સ કરી રહ્યું છે. અન્ય યુઝરે લખ્યું, ‘સીટ માટે કેમ લડો.’ ત્રીજો યુઝર કહે છે, ‘દિલ્હી મેટ્રોનું નામ બદલીને કલેસી મેટ્રો રાખવું જોઈએ.’ ચોથા યુઝરે લખ્યું, ‘તેણે શીખવું જોઈએ કે વડીલો સાથે કેવી રીતે વાત કરવી.’
આ પહેલા પણ દિલ્હી મેટ્રોમાં ઝઘડાના ઘણા વીડિયો સામે આવ્યા છે. સામાન્ય રીતે આ ઝઘડા સીટોને લઈને થાય છે. આ ઉપરાંત મેટ્રો રીલ બનાવવાની પણ ચર્ચા છે. લોકો મેટ્રોની અંદર ડાન્સ કરે છે અને રીલ બનાવે છે. જેના કારણે અન્ય મુસાફરોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.