સ્પેશિયલ ફિચર્સ

જુલાઈથી ડિસેમ્બર મહિનામાં અમુક તારીખો પર પ્રવાસ કરવાનું ટાળો… જાણો કોણે કરી આવી ડરામણી ભવિષ્યવાણી?

આવતીકાલથી જુલાઈ મહિનો શરૂ થઈ રહ્યો છે. જુલાઈ મહિનો શરૂ થવાની સાથે જ 2025નું અડધું વર્ષ પૂરું થઈ જશે. છેલ્લાં કેટલાક સમયથી દેશના અલગ અલગ ભાગોમાંથી દુર્ઘટનાઓ, આંતકવાદી હુમલાઓ, કુદરતી આપદાના સમાચારો સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર કેટલીક એવી તારીખોની યાદી વાઈરલ થઈ રહી છે કે જેમાં આ તારીખો પર ફરવા નહીં જવાની સલાહ આપવામાં આવી છે. આવો જોઈએ કોણે જણાવી છે આ તારીખો અને એવું તે શું ખાસ છે આ તારીખો પર…

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં દાવામાં જણાવવામાં આવ્યું છે કે જુલાઈ મહિનાથી લઈને ડિસેમ્બર મહિનાની કેટલીટ એવી તારીખો છે જે દરમિયાન પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ. આ પાછળનું કારણ એવું છે કે આ વર્ષે મંગળની ઊર્જા ખૂબ જ તીવ્ર છે. આવી સ્થિતિમાં આગ લાગવાની ઘટનાઓ, દુર્ઘટના, યુદ્ધ અને તાણ જેવી સ્થિતિઓનું નિર્માણ થશે. જેને કારણે સાવધાનીના પગલાંરૂપે આ તારીખોમાં પ્રવાસ કરવાથી બચવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: પહેલી જુલાઈથી રેલવે પ્રવાસ મોંઘો થવાથી લઈને ક્રેડિટ કાર્ડ, પેન કાર્ડ સહિતના નિયમો બદલાશે…

આ યાદીમાં જુલાઈ મહિનાની બીજી, અગિયાર, વીસમી અને ઓગણત્રીસમી તારીખે પ્રવાસ કરવાથી બચવાની આપવામાં આવી છે તો ઓગસ્ટ મહિનાની પહેલી, દસમી, ઓગણીસમી અને અઠ્યાવીસમી તારીખના પ્રવાસ નહીં કરવાની સલાહ આપવામાં આવી છે.

વાત કરીએ સપ્ટેમ્બરની તો આ મહિનામાં નવમી, અઢારમી અને સત્યાવીસમી તારીખના પ્રવાસ કરવાનું ટાળવાની ભલામણ કરાઈ છે. ઓક્ટોબરમાં આઠમી, સત્તરમી અને છવ્વીસમી તારીખ પર પ્રવાસ કરવાનું અશુભ માનવામાં આવી છે. નવેમ્બરમાં સાતમી, સોળમી અને પચ્ચીસમી તેમ જ ડિસેમ્બર મહિનાની છઠ્ઠી, પંદરમી અને ચોવીસમી તારીખે પણ અમંગળ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

જોકે, આ બધા દાવા સોશિયલ મીડિયા અને જ્યોતિષીઓ દ્વારા ગ્રહોની હિલચાલને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યા છે. આ બધા દાવાને મુંબઈ સમાચાર કોઈ પણ રીતે સપોર્ટ કરતું નથી કે ન તો તેને સમર્થન આપે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button