નેશનલસ્પેશિયલ ફિચર્સ
પ્લેનમાં બેસેલી મહિલા સાથે અડપલા કરનારાને લેન્ડિંગ થતાં જ પોલીસ સ્ટેશનમાં લેન્ડ કરાયો

ચેન્નઈઃ મહિલાઓ સાથે ગેરવર્તણૂક થયાના કિસ્સા વારંવાર બનતા રહે છે. સ્કૂલ, કોલેજ, જાહેર પરિવહનના સાધનોમાં કે રસ્તે ચાલતી મહિલાઓ સુરક્ષિત ન હોવાનું બહાર આવતું રહે છે. આવી જ એક ઘટનામાં ફ્લાઈટમાં એક મહિલા સાથે સાથે બેસેલા પ્રવાસીએ અડપલાં કરવાની કોશિશ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.
મહિલા જયપુરથી દિલ્હી ફલાઈટમાં જઈ રહી હતી. તેની બાજુમા બેસેલા રાજેશ શર્મા નામના શખ્શે તેની સાથે કથિત રીતે છેડછાડ કરી હોવાની ફરિયાદ તેણે કરી હતી. જોકે તે ફ્લાઈટમાં હતી ત્યારે તેણે ફરિયાદ કરી, પણ કોઈ મદદ માટે આવ્યું ન હતું. ત્યારબાદ પાયલટ પોતે મહિલાની મદદ આવ્યો અને તેણે સુરક્ષા એજન્સીઓને જાણ કરી. ફ્લાઈટ દિલ્હી લેંડ થઈ ત્યારે પોલીસ હાજર હતી. તેણે મહિલાની ફરિયાદ અનુસાર કથિત આરોપીની અટક કરી હતી. આરોપી આરસ અને ટાઈલ્સનું કામ સંભાળતો હોવાનું જાણવા મળ્યું છે.