આજે વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણઃ આ ત્રણ રાશિના જાતકોના શરૂ થયા અચ્છે દિન…
આજે એટલે કે 18મી સપ્ટેમ્બરના દિવસે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. વૈદિક જ્યોતિષ અનુસાર વર્ષનું આ બીજું ચંદ્ર ગ્રહણનો સંબંધ સમુદ્ર મંથન દરમિયાન મળેલા અમૃતની વહેચણી સંબંધિત છે, જ્યારે રાહુ ચંદ્રમાને ખાવા માટે આવે છે. આ વખતે ચંદ્ર ગ્રહણ સમયે ચંદ્રમાં મેષ રાશિમાં બિરાજમાન રહેશે, જે સૂર્યની ઉચ્ચ રાશિ છે અને આ રાશિના સ્વામી મંગળ છે.
મુંબઈના એક જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ ચંદ્ર ગ્રહણની 12-12 રાશિના જાતકો પર અસર જોવા મળશે, કેટલાક રાશિના જાતકો માટે આ આ ચંદ્ર ગ્રહણ અશુભ રહેશે તો કેટલાક લોકો માટે આ ચંદ્ર ગ્રહણ શુભ પરિણામો આપવા જઈ રહ્યો છે. આજે આપણે અહીં વાત કરીશું એવી ત્રણ રાશિના જાતકો વિશે કે જેમના માટે આ ચંદ્ર ગ્રહણ શુભ પરિણામ લઈને આવશે, ખુશીઓ લઈને આવશે. ચાલો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે ચંદ્ર ગ્રહણ શુભ ફળ આપશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. તમારી નિર્ણય ક્ષમતાનો પૂરેપૂરો લાભ મળશે. આવકમાં વૃદ્ધિ થશે અને ચિંતા દૂર થશે. નોકરી કરી રહેલાં લોકોના માન-સન્માનમાં વૃદ્ધિ થશે. વેપારમાં મનચાહ્યો નફો થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. નવો પ્રોજેક્ટ કે કામ શરૂ કરવા માટે અનુકૂળ સમય છે. લાઈફપાર્ટનર સાથેના સંબંધોમાં પણ મજબૂત આવી રહી છે.
તુલાઃ
તુલા રાશિના જાતકોની માનસિક સ્થિતિ સારી રહેશે. વેપાર-ધંધામાં સફળતા મળશે. આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનશે. પરિવાર સાથેના સંબંધોમાં પણ સુધારો જોવા મળી શકે છે. વૈવાહિક જીવનમાં આનંદ અને ખુશીનું આગમન થશે. ધાર્મિક કાર્યમાં તમારો રસ વધશષે. સમાજમાં પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ રહી છે. કુંવા લોકો માટે લગ્નના સારા સારા પ્રસ્તાવ આવી શકે છે.
આ પણ વાંચો : આજનું રાશિફળ (18-09-24): વૃષભ, મિથુન રાશિના જાતકોને આજે થશે આર્થિક લાભ…
મકરઃ
મકર રાશિના જાતકોમાં ઉત્સાહ અને ઊર્જા જોવા મળશે. આ સમયે તમને તમારા પ્રયાસોના સકારાત્મ પરિણામ જોવા મળશે. આવકના નવા નવા સ્રોત ઊભા થશે. આવકમાં વૃદ્ધિ થશે અને વેપારમાં વિસ્તાર કરવા માટે આ અનુકૂળ સમય છે. વિદ્યાર્થીઓને તેમના પ્રયાસમાં સફળતા મળે છે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોના માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે.