આગામી 13 દિવસ સુધી આ રાશિના જાતકો માટે શરૂ થયો Golden Period, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને ગ્રહોના સેનાપતિનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ સાથે સાથે જ તેને ધન, સંપત્તિ, વૈભવ અને ઐશ્વર્યનો કારક ગણવામાં આવ્યા છે. આવા આ શુક્રએ 25મી ઓગસ્ટના મધરાતે 1.25 કલાકે બુધની રાશિ કન્યામાં ગોચર કર્યું છે અને18મી સપ્ટેમ્બરના બપોરે 2.04 વાગ્યા સુધી કન્યા રાશિમાં જ બિરાજમાન રહેશે. આજે શુક્રનું કન્યા રાશિમાં થયેલું ગોચર અમુક રાશિના જાતકો માટે અત્યંત શુભ સાબિત થશે. આ રાશિના જાતકોને શુભ સમાચારની સાથે ધન કમાવવાની સારી તકો પણ મળતી જણાઈ રહી છે. ચાલો સમય વેડફ્યા વિના જાણીએ કે આખરે શુક્રનું ગોચર કઈ રાશિઓ માટે ફળદાયી રહેશે.
વૃષભ:
શુક્રનું કન્યા રાશિમાં થયેલા ગોચરથી વૃષભ રાશિના જાતકોનું ભાગ્યોદય થઈ રહ્યું છે. આ રાશિના જાતકોના સામાજિક માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. નોકરીયાતો માટે આ સમય સારો રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા લોકોને શુભ સમાચાર મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરવાના યોગ બની રહ્યા છે.
કર્કઃ
કર્ક રાશિના લોકો માટે પણ શુક્રનું આ ગોચર શુભ પરિણામો લઈને આવી રહ્યું છે. શુક્રના પ્રભાવથી આ રાશિના લોકોને કરિયરમાં પ્રગતિ અને ઓફિસમાં પ્રશંસા મળી શકે છે. કારકિર્દીના મોરચે તમારા માટે આ સમય અનુકૂળ રહેશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. ધનની આવક થતાની સાથે જ એની બચત કરવામાં પણ સફળતા મળી રહી છે.
કન્યા:
શુક્રનું કન્યા રાશિમાં થયેલું ગોચર કન્યા રાશિના જાતકોને વિશેષ લાભ પ્રદાન કરશે. શુક્રના પ્રભાવથી આ રાશિના જાતકોની લવલાઈફ સારી રહેશે. વેપાર કરી રહેલાં લોકોને નફો થઈ શકે છે. નોકરીયાતો માટે આ સમયગાળો અનુકૂળ અને સારો રહેશે. પૈસા કમાવવાના નવા નવા સ્રોત ઊભા થતા તમારી ખુશીનો પાર નહીં રહે.
વૃશ્ચિકઃ
આ રાશિના જાતકો માટે પણ શુક્રનું કન્યા રાશિમાં થઈ રહેલું ગોચર આર્થિક દ્રષ્ટિએ ખુબ જ શુભ રહેશે. આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે. પરિવારમાં કોઈના લગ્ન નક્કી થઈ શકે છે. કુંવારા લોકો માટે સારા સારા માંગા આવી શકે છે. પારિવારિક જીવનમાં પણ સુખ શાંતિ જળવાઈ રહેશે. કોઈ સંબંધી પાસેથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે.