નેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

ગ્રહોના રાજા સૂર્ય કરશે ગોચર, 30 દિવસ સુધી રાજા જેવું જીવન જીવશે આ લોકો…

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહોને અલગ અલગ દરજ્જો આપવામાં આવ્યો છે અને સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે. દરેક ગ્રહ એક ચોક્કસ સમયે ગોચર કરે છે. ગ્રહોના રાજા સૂર્ય દર મહિને ગોચર કરે છે અને નવેમ્બરમાં સૂર્ય ગોચર કરવા જઈ રહ્યા છે, જેને કારણે અમુક રાશિના જાતકો માટે શુભ સમય શરૂ થશે.

આ પણ વાંચો : આજનું રાશિફળ (10-11-24): મિથુન, કર્ક સહિત ત્રણ રાશિના જાતકોને આજે મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ…

સૂર્યને નવગ્રહોમાં સૌથી મોટો માનવામાં આવે છે. છ દિવસ બાદ એટલે કે 16મી નવેમ્બરના સૂર્ય સવારે 7.16 કલાકે વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે, જેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે, પણ કેટલીક એવી રાશિઓ છે કે જેના પર એની વિશેષ અસર જોવા મળશે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ

From August 19, the fate of the people of this zodiac sign will be reversed, see if your zodiac sign is also right?

સૂર્યનું ગોચર વૃષભ રાશિના જાતકો માટે લાભદાયી રહેશે. પરિવારના સભ્યોનો સાથ-સહકાર મળશે. કામના સ્થળે પણ જો કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેનો પણ ઉકેલ આવશે. સંબંધોમાં જો કોઈ સમસ્યા ચાલી રહી હશે તો એનો પણ ઉકેલ આવશે. વૃષભ રાશિના જાતકો કોઈ નવા કામની શરૂઆત કરી શકે છે.

કર્ક રાશિના જાતકોને સૂર્યના ગોચરથી નોકરીમાં નવી નવી તક મળશે. દરેક કામમાં સારું પ્રદર્શન કરશો. આકસ્મિક ધનલાભ થશે અને એને કારણે આર્થિક સ્થિતિ મજબૂત થશે. વૈવાહિક જીવન સુખદ રહેશે. મન પ્રસન્ન રહેશે.

vruschik

વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર ખૂબ જ લાભદાયી રહેશે. આ સમયે જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે. દરેક જગ્યાએથી લાભ થશે. આવકના નવા નવા સ્રોત્ર ઊભા થશે. પૈસાની બચત કરવામાં પણ સફળતા મળશે.

મકર રાશિના જાતકો માટે પણ સૂર્યનું આ ગોચર ખૂબ જ ફળદાયી રહેશે. આ સમય આ રાશિના જાતકો જે પણ ક્ષેત્રમાં પૈસાનું રોકાણ કરશે એમાં સફળતા મળશે. આવકના નવા નવા સ્રોત ખૂલી રહ્યા છે. આકસ્મિક ધનલાભ થશે.

સૂર્યના ગોચરથી કુંભ રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. નવા નવા લોકો સાથે મુલાકાત થશે. નોકરી કરી રહેલાં લોકોનો પ્રમોશન અને પગાર વધારો થવાની શક્યતા છે. સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમયગાળો સારો રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker