બેઠાં બેઠાં પગ હલાવવાની આદત તમારા આરોગ્ય વિશે આપી રહી છે આ સંકેતો

આપણી ઘણી સામાન્ય લાગતી આદતો વાસ્તવમાં શરીર કે મનમાં ચાલી રહેલા ફેરબદલના સંકેતો હોય છે, જેને સમજવાની દરકાજ આપણે કરતા નથી. બાળકથી માંડી વૃદ્ધો આવી આદતોનો ભોગ બનાત હોય છે, પરંતુ તેનું વૈજ્ઞાનિક કારણ જાણી તેના નિવારણના બદલે આપણે ક્યારેક તો હાસ્યાસ્પદ એવી વાતો કરતા હોઈએ છીએ. આવી જ એક વાત છે કે જો આપણે ખુરશી કે પલંગ પર બેઠા હોઈએ અને કાણ વિના પગ હલાવીએ તો મા મરે. ઘણીવાર ઘરના મોટા કહેતા હોય છે કે આમ પગ ન હલાવાય મા મરી જાય. આ સાવ જ અતાર્કિક કારણ છે, પરંતુ પગ હલાવવાની આદત પાછળ તબીબી વિજ્ઞાન છુપાયેલું છે. તો ચાલો આજે તેના વિશે જાણીએ.
લેગ સિન્ડ્રોમ કોઈ બીમારી છે?
આ રીતની લેગ મુવમેન્ટ રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ સાથે જોડાયેલી છે. જેમાં વ્યક્તિ અમુક સમયે પગ હલાવ્યા વિના રહી શકતી નથી. જો લગાતાર તમને આવી આદત હોય તો તે તમારું સ્ટ્રેસ લેવલ પણ દર્શાવી રહી છે, જેને નકારી શકાય નહીં.
આ સાથે તમને આ આદત પડી ગઈ હોય તો તે ડિફિક્ટ હાઈપર ડિસઑર્ડરન સમસ્યા તરફ પણ ઈશારો કરે છે. વ્યક્તિ જ્યારે કોઈ એક કામ પર ધ્યાન ન આપી શકે કે તેને એકાગ્રતા ઓછી હોવાની સમસ્યા હોય તેમ પણ બની શકે. જો આવી સમસ્યા હોય તો ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.
તન સાથે મનના સ્વાસ્થ્ય સામે કરે છે ઈશારો
વાસ્તવમાં આ આદત ધીમે ધીમે પડતી હોય છે. તમને ખબર નથી હોતી કે તમે પગ હલાવી રહ્યા છો અને ક્યારે તે તમારી આદત બની જાય છે. જે લોકો નર્વસ હોય તેમને તો આ આદત પડતી હોય છે, પરંતુ ક્યારેક તમારામાં ખૂબ એનર્જી હોય ત્યારે પણ આ પ્રકારની આદત જોવા મળે છે.
તમને જો બોરિંગ ફીલ થતું હોય તો પણ તમે પગ હલાવ્યા કરો છો. નવરા બેઠા પણ ઘણીવાર આમ થઈ જતું હોય છે. તો ક્યારેક સ્ટ્રેસથી બહાર નીકળવા પણ આમ થાય છે.
જોકે નિષ્ણાતોના કહેવા અનુસાર આ કોઈ બીમારી નથી, પરંતુ આદત છે, જેને આરામથી છોડી શકાય છે. આ માટે યોગ અને બ્રિધિંગ એક્સરસાઈઝ મદદરૂપ થઈ શકે છે.
આ માહિતી પ્રાથમિક અભ્યાસના આધારે છે. મુંબઈ સમાચાર તેની પૃષ્ટિ કરતું નથી. તમે તમારા તબીબની સલાહ પ્રમાણે ઉપાય શોધો તે વધારે સલાહભર્યુ છે.
આપણ વાંચો: જાણો શાસ્ત્રો અનુસાર સ્ત્રીઓ અને પુરુષો માટે રક્ષા સૂત્ર બાંધવાની શું છે સાચી રીત