24 કલાકમાં આઠ કલાકની ઊંઘ લઈને સંતોષ માની લો છો…? તો આ વાંચો

એક વર્ગ એવો છે જેનું કામ જ એ પ્રકારનું હોય છે કે ખાવાપીવા કે ઊઘંવાનો ફિક્સ (sleeping time)સમય હોતો નથી અને તેમનું રોજનું શિડ્યુઅલ અલગ રહે છે, પણ એક મોટો વર્ગ એવો છે જે ઈચ્છે તો સારું અને શિસ્તબદ્ધ જીવન જીવી શકે છે. સારા સ્વાસ્થ્ય માટે યોગ્ય ખાવાની સાથે યોગ્ય ઊંઘ લેવી પણ ખૂબ જ જરૂરી છે. સ્વસ્થ રહેવા માટે દરરોજ ઓછામાં ઓછી 8 કલાક ઊંઘ લેવી જોઈએ. (8 hours sleep) જ્યારે તમે ઊંઘો છો, ત્યારે તમારું શરીર ઘણી બધી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે, જે શરીરની સારી કામગીરી માટે જરૂરી છે.
તેમ છતાં ઘણી વખત લોકો ફરિયાદ કરે છે કે 8-9 કલાકની પૂરતી ઊંઘ લીધા પછી પણ તેઓ વારંવાર થાક અનુભવે છે અથવા જાગ્યા પછી, ગંભીર માથાનો દુઃખાવો તેમને પરેશાન કરવા લાગે છે, અને તેમનો મૂડ સ્વિંગ થાય છે. જો તમે પણ આ લોકોમાંથી એક છો, તો તમારા માટે ઉપયોગી એવી માહિતી અમે તમારી માટે લાવ્યા છે.
આ અંગે ન્યુટ્રિશનિસ્ટ્સ કહે છે કે જો તમે 8-10 કલાકની ઊંઘ લો છો, તેમ છતાં તમે વારંવાર માથાનો દુઃખાવો સાથે જાગી જાઓ છો અથવા તમને સતત થાક લાગે છે અથવા તો ઊંઘ લીધા બાદ પણ શરીરને જે ફાયદો થવો જોઈએ, જે તાજગીનો અનુભવ થવો જોઈએ તે થતો નથી, તો તમે ઊંઘ તો લઈ રહ્યા છો, પરંતુ સાચા સમયે ઊંઘ લઈ રહ્યા નથી.
આ પણ વાંચો…
Health: જેટલા દર્દ તેટલી દવાઓઃ તમારી સમસ્યાઓનું નિવારણ છે આ પાણી
ન્યુટ્રિશનિસ્ટના મતે 8 કલાકની ઊંઘની સાથે સાથે યોગ્ય સમયે સૂવું પણ એટલું જ જરૂરી છે. જો તમે સરળ ભાષામાં સમજીએ તો, જો તમે રાત્રે 2 વાગ્યે સૂતા હો અને પછી 11 વાગ્યે જાગી જાઓ, તો પણ તમે તાજગી અનુભવી શકશો નહીં અથવા તમારા શરીરમાં એટલી ઊર્જા નહીં રહે. તો પછી સાચો સમય ક્યો. (sound sleep timeline)
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર રાત્રે 10 વાગ્યાથી સવારના 2 વાગ્યા સુધીનો સમય રિસ્ટોરેટિવ ઊંઘનો સમય છે. જો તમે સાદી ભાષામાં સમજીએ તો, આ તે સમય છે જ્યારે તમારું શરીર કોષોનું સમારકામ કરે છે, પેશીઓનું સમારકામ કરે છે, હાડકાની ઘનતા વધે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ચરબી બાળે છે. આવી સ્થિતિમાં 10 વાગ્યા સુધી સૂવાનો પ્રયાસ કરો. આ માટે તમે 15-15 મિનિટ વહેલા સૂઈને શરૂઆત કરી શકો છો. યોગ્ય સમયે સૂવાથી તમારું હોર્મોનલ સંતુલન સારું રહે છે, માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અને જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે તમારા સૂવાના સમય પર ધ્યાન આપવું ખાસ જરૂરી છે.
આજકાલ કામકાજ ઉપરાંત ટીવી-મોબાઈલ અને સોશિયલ મીડિયા પર ચોંટી રહેલા લોકોનો ઊંઘવાનો સમય ઘણો મોડો થઈ ગયો છે. વળી જો તેમણે સવારે વહેલું ઉઠવાનું હોય તો ઊંઘના કલાકો પણ ઓછા થઈ જાય છે. આ સરવાળે તેમના સ્વાસ્થ્યને નુકસાન કરે છે અને નાની ઉંમરે મોટી બીમારીનો શિકાર બને છે. આથી ઊંઘ અને સમયસરની ઊંઘ બન્ને ખૂબ જરૂરી છે.