આ રીતે લગાવો વાળમાં મહેંદી, વાળ કાળા અને લાંબા થશે

દરેક જણને સુંદર દેખાવુ ગમે છે. સુંદર દેખાવા માટે સ્ત્રીઓના વાળ પણ સુંદર હોવા જરૂરી છે. શું તમે જાણો છો કે તમે ઘેર બેઠા તમારા વાળને લાંબા, જાડા અને સિલ્કી બનાવી શકો છો. તમે આ 3 વસ્તુઓને મિક્સ કરીને તમારા વાળમાં મહેંદી લગાવવાનું શરૂ કરશો તો તમારા વાળ કાળા પણ થશે અને લાંબા તથા સિલ્કી પણ થઇ જશે અને તમારી સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે.
વાળનું સફેદ થવું એ કુદરતી પ્રક્રિયા છે પરંતુ ક્યારેક સૂર્યપ્રકાશ, રાસાયણિક ઉત્પાદનો અને પ્રદૂષણ જેવા બાહ્ય પરિબળોને કારણે પણ વાળ સફેદ થવા લાગે છે. આવી સ્થિતિમાં મહેંદી ઉપયોગી થઈ શકે છે, પરંતુ જો મહેંદી યોગ્ય રીતે ન લગાવવામાં આવે તો વાળ કાળા થવાને બદલે લાલ થવા લાગે છે. આવી સ્થિતિમાં, અહીં જાણો કેવી રીતે વાળમાં મહેંદી લગાવવી જેથી વાળ કાળા થાય અને વૃદ્ધિમાં પણ મદદ મળે. આ પદ્ધતિ અજમાવવા માટે સરળ અને અસરકારક પણ છે.
સફેદ વાળને કાળા અને લાંબા કરવા માટે એક બાઉલમાં મહેંદી લો અને તેમાં થોડું નારિયેળ તેલ, આમળા પાવડર અને કોફી મિક્સ કરો. આ મિશ્રણને લોખંડના વાસણમાં નાખો. પાણી ઉમેરીને સોલ્યુશન બનાવો. તમે કોફીને પાણીમાં મિક્સ કરીને પણ ઉમેરી શકો છો. આ મિશ્રણને આખી રાત લોખંડના વાસણમાં રાખો. જો તમે ઈચ્છો તો લોખંડના વાસણમાં તેનો ઉપયોગ કરતા પહેલા 3-4 કલાક સુધી રાખી શકો છો. આ મિશ્રણને વાળમાં મૂળથી છેડા સુધી લગાવો. લગભગ એકથી દોઢ કલાક સુધી તેને માથા પર રાખ્યા બાદ વાળને ધોઈને સૂકવી લો. સફેદ વાળ પર કાળો રંગ દેખાશે અને વાળને પોષણ મળશે.
મહેંદીમાં ચાય પત્તીનું પાણી ઉમેરીને માથા પર લગાવવાથી પણ વાળ કાળા થવામાં મદદ મળે છે. તમે મહેંદીમાં લીંબુનો રસ અને કોફી પાવડર મિક્સ કરીને પણ તેને વાળમાં લગાવી શકો છો. એના કારણે વાળ કાળા કરવામાં મદદ મળશે.
ઈંડાની જરદી, લીંબુનો રસ, એક ચમચી આમળાનો પાઉડર અને મહેંદી મિક્સ કરીને વાળમાં લગાવવાથી પણ વાળનો રંગ કાળો થાય છે. તમે આ બધા ઘરેલું ઉપાય અજમાવીને તમારા વાળને રેશમી અને શાઇની બનાવી શકો છો.