ઇન્ટરનેશનલનેશનલવિજ્ઞાન અને ટેકનોલોજીસ્પેશિયલ ફિચર્સ

ક્યારે લોન્ચ થશે iPhone 16? લોન્ચ પહેલા આ મહત્વની માહિતી થઇ લીક

નવી દિલ્હી: અમેરિકાન ટેક જાયન્ટ કંપની એપ્પલ (Apple inc.) દર વર્ષ સપ્ટેમ્બર મહિનામાં એક ઇવેન્ટ યોજે છે, જેમાં કંપનીના લેટેસ્ટ પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવે છે. આ વર્ષની ઇવેન્ટ અંગે કેટલીક માહિતી સોશિયલ મીડિયા પર લીક થઇ ગઈ છે. એક અહેવાલ મુજબ એપલ 10 સપ્ટેમ્બરના રોજ આઈફોન 16 (iPhone 16) સહીત અન્ય પ્રોડક્ટ્સ લોન્ચ કરશે, આ ઇવેન્ટનું ટાઈટલ “રેડી. સેટ. કેપચર.” રાખવમાં આવ્યું છે. જોકે આ વર્ષની ઇવેન્ટની તારીખ અંગે કંપનીએ સત્તાવર રીતે કોઈ જાહેરાત કરી નથી.

એક અહેવાલ મુજબ એપલે તમિલનાડુ આવેલી તેની ફેક્ટરીમાં કામ કરતા હજારો વર્કર્સને iPhone 16 પ્રો અને પ્રો મેક્સ એસેમ્બલ કરવામાં માટે તાલીમ આપવાનું શરૂ કર્યું છે. ભારતમાં પહેલી વાર iPhoneના PRO અને PRO MAX મોડેલ એસેમ્બલ કરવામાં આવશે.

એહવાલ મુજબ iPhone 16 ના પ્રો મોડલ્સ માટેની ‘નવી પ્રોડક્ટ ઇન્ટ્રોડક્શન’ (NPI) પ્રક્રિયા ટૂંક સમયમાં જ તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં ફોક્સકોનના યુનિટમાં શરૂ થશે. એકવાર મોડેલ લોંચ થઈ જાય, ત્યાર બાદ માસ પ્રોડક્શન શરુ કરવામાં આવશે.

નવા મોડલ લોન્ચ થયાના અઠવાડિયામાં ફોક્સકોન નવા મોડલ એસેમ્બલ કરવાનું શરુ કરશે. ભવિષ્યમાં એપલ તેના અન્ય ભારતીય ભાગીદારો પેગાટ્રોન અને ટાટા ગ્રૂપ સાથે પ્રો વર્ઝન બનાવવાનું શરૂ કરી શકે છે.

મેડ-ઇન-ઇન્ડિયા સ્ટાન્ડર્ડ આઇફોન 16 લોન્ચના દિવસે જ ભારતના બજારોમાં ઉપલબ્ધ થઇ શકે છે. એપલ ભારતમાં તેના ફ્લેગશિપ iPhone નું ઉત્પાદન ફોક્સકોન અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે વધારવાની યોજનાબનાવી રહ્યું છે.

લીક થયેલી માહિતી મુજબ નવો iPhone-16 વાઈટ, ગ્રે ગોલ્ડ અને બ્લેક જેવા રંગમાં લોન્ચ કરવામાં આવશે.
એપલ ટૂંક સમયમાં સત્તાવાર રીતે ઇવેન્ટની જાહેરાત કરી શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો