નસોમાં જામી ગયેલાં કોલેસ્ટ્રોલને દૂર કરશે આ લાલ રંગનું ફ્રૂટ, આજથી શરૂ કરી દો ખાવાનું…
સ્પેશિયલ ફિચર્સ

નસોમાં જામી ગયેલાં કોલેસ્ટ્રોલને દૂર કરશે આ લાલ રંગનું ફ્રૂટ, આજથી શરૂ કરી દો ખાવાનું…

આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા એટલે કે દુનિયાના તમામ સુખોમાં સૌથી પહેલું અને મોટું સુખ એટલે કે સ્વાસ્થ્ય સારું હોય. પરંતુ આજકાલની ભાગદોડ અને સ્ટ્રેસથી ભરપૂર લાઈફને કારણે હેલ્થી રહેવું એ અઘરું થતું જાય છે. કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, થાયરોઈડ, ડાયાબિટીસ જેવી સમસ્યાઓ સાવ સામાન્ય થઈ ગઈ છે. આજે અમે અહીં તમને જણાવીશું કે કઈ રીતે તમે રોજ સવારે એક સફરજન ખાઈને હેલ્ધી રહી શકો છો…

જી હા, બરાબર વાંચ્યું તમે એક સફરજન ખાઈને તમે નસોમાં જામી ગયેલા કોલેસ્ટ્રોલનો દૂર ભગાડી શકો છો. એમ પણ અંગ્રેજીમાં કહેવાય છે ને કે એપલ ઈન ડે કીપ્સ ડોક્ટર અવે. આ વાત કોલેસ્ટ્રોલના મામલામાં તો સાચી પડતી દેખાઈ રહી છે. હવે વાત કરીએ સફરજનમાં રહેલાં પોષક તત્ત્વો વિશે.

ફાઈબરનો બેસ્ટ સોર્સ
સફરજનમાં આમ તો ઘણા બધા પોષક તત્ત્વો જોવા મળે છે, પણ વાત જ્યારે ફાઈબરની આવે તો ફાઈબરની ખાણ છે આ સફરજન. આ ફાઈબર જ શરીરમાં વધી ગયેલાં કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવામાં મહત્ત્વનો રોલ પ્લે કરે છે.

હાર્ટની નસોનું ક્લિનિંગ પ્રોસેસર
જી હા, એપલ એ હાર્ટની નસોને ક્લીન કરવાનું બેસ્ટ એજન્ટ છે. એક્સપર્ટ્સના મત અનુસાર દરરોજ બે એપલ ખાવાથી હાર્ટની નસો એકદમ સાફ થઈ જાય છે અને આ કામ કરે છે એપલમાં રહેલાં એન્ટી ઓક્સિડન્ટસ. આ એન્ટીઓક્સિડન્ટ્સ જ હાર્ટને વેઈન્સને ક્લીન કરીને હેલ્ધી રાખે છે.

બેડ કોલેસ્ટ્રોલને કહે બાય બાય
જી હા, શરીરમાં વધી ગયેલાં કે જમા થઈ ગયેલાં બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવામાં પણ આ સફરજન ઈમ્પોર્ટન્ટ રોલ પ્લ કરે છે. એટલે જો તમારા બોડીમાં બેડ કોલેસ્ટ્રોલનું લેવલ વધી ગયું હોય તો સફરજન ખાઈને તેને કન્ટ્રોલમાં લાવી શકાય છે.

ખાલી પેટે કરો સેવન
સફરજનના સૌથી વધુ લાભ મેળવવા માટે તેનું સેવન સવારે ખાલી પેટે કરવું જોઈએ. ખાલી પેટે સફરજન ખાવાથી સૌથી વધુ ફાયદા મળે છે.

લો કેલરી, મોર ફાઈબર
અગાઉ કહ્યું એ કે સફરજન એ ફાઈબરની ખાણ છે એમ સફરજનમાં અન્ય ફળોની સરખામણીએ કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધારે હોય છે કે વજનને પણ કન્ટ્રોલમાં રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.

વિવિધ બીમારીઓને રાખે દૂર
અંગ્રેજીમાં કહેવત છે કે દરરોજ એક એપલ ખાઈને તમે ડોક્ટરને દૂર રાખી શકો છો એ ન્યાયે તે કોલેસ્ટ્રોલ સિવાય અન્ય બીમારીઓને દૂર રાખવામાં પણ મદદરૂપ થાય છે. એટલે તેનું દરરોજ સેવન કરવું ખૂબ જ અનિવાર્ય છે.

(ડિસ્ક્લેમરઃ આ માહિતી સામાન્યજ્ઞાનને આધારે આપવામાં આવી છે. મુંબઈ સમાચાર આની પુષ્ટિ કરતું નથી. માહિતી પર અમલ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક)

આ પણ વાંચો…આ પદાર્થો શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને બહાર ફેંકી દેશે, હાર્ટ એટેકનું જોખમ ઘટાડશે

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button