કોણ કરે છે Mukesh Ambaniના ઘર એન્ટિલિયાની સુરક્ષા? જાણો આ ખાસ સિક્યોરિટી ફોર્સ વિશે… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

કોણ કરે છે Mukesh Ambaniના ઘર એન્ટિલિયાની સુરક્ષા? જાણો આ ખાસ સિક્યોરિટી ફોર્સ વિશે…

દુનિયાના ધનવાન ઉદ્યોગપતિઓમાં મુકેશ અંબાણીની ગણતરી કરવામાં આવે છે અને આ પરિવારનો દરેક સભ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતો હોય છે. પણ શું તમને ખબર છે કે હંમેશા બોડીગાર્ડ્સ અને સિક્યોરિટી ઘેરાયેલા રહેતાં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની સુરક્ષા કોણ કરે છે? કઈ ફોર્સને આ મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ચાલો તમને જણાવીએ-

મુકેશ અંબાણી અને અંબાણી પરિવારની લક્ઝુરિયલસ લાઈફસ્ટાઈલને કારણે લોકો તેમના વિશે જાણવા માટે હંમેશા ઉત્સુક હોય છે. આવી સ્થિતિમાં એવો સવાલ થાય એ સ્વાભાવિક છે કે આખરે એન્ટિલિયાની સુરક્ષાની જવાબદારી કોના માથે હોય છે? આજે તમને તમારા આ સવાલનો જવાબ અહીં મળી જશે. તમારી જાણ માટે કે એન્ટિલિયાની સુરક્ષાની જવાબદારી સ્પેશિયલ એલિટ ફોર્સના ખભા પર હોય છે.

આ પણ વાંચો: આ છે અંબાણી પરિવારની મનગમતી મિઠાઈ, ખાસ પ્રાઈવેટ જેટથી પહોંચે છે એન્ટિલિયા…

કોણ છે આ સ્પેશિયલ એલિટ ફોર્સ તો આ એલિટ સિક્યોરિટી ટીમનું નામ છે ઈપીજી (Elite Protection Group). આ એલિટ ફોર્સ ગ્લોબલ કોર્પોરેટ સિક્યોરિટીની એક સ્પેશિયલ પાંખ છે, જેને એન્ટિલિયાની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિક્યોરિટી ફોર્સમાં સ્પેશિયલી ટ્રેઈન પ્રોફેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ હોય છે અને તેમની પાસે કમાન્ડો લેવલનો એક્સપિરીયન્સ હોય છે.

2021માં એન્ટિલિયા બોમ્બ કાંડમાં પહેલી વખત તેમની સુરક્ષામાં તહેનાત એલિટ સિક્યોરિટી ફોર્સ ઈપીજીનું નામ આવ્યું હતું. ઈપીજીના કમાન્ડો એસપીજી લેવલના રિટાયર્ડ સોલ્જર કે અર્ધસૈનિક દળના સદસ્ય હોય છે અને તેમની ટ્રેનિંગ ખૂબ જ હાર્ડ હોય છે. આ એલિટ સિક્યોરિટી ફોર્સના નવા કેડેટ્સને ઈઝરાયલ અને અમેરિકાના ખાસ સિક્યોરિટી એક્સપર્ટ્સ દ્વારા સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે.

આ પણ વાંચો: રૂ. 15,000 કરોડ ખર્ચ્યા Mukesh Ambaniએ એન્ટિલિયા પર પણ છે આ એક વસ્તુની કમી…

ભાઈસાબ દુનિયાના ધનવાન ઉદ્યોગપતિ અને તેમના પરિવારની સિક્યોરિટી કોઈના પણ હાથમાં તો કઈ રીતે આપી શકાય? બસ આ જ કારણ છે કે અંબાણી પરિવારની સુરક્ષાની જવાબદારી ખાસ એલિટી સિક્યોરિટી ફોર્સને સોંપવામાં આવી છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button