આમચી મુંબઈમનોરંજનસ્પેશિયલ ફિચર્સ

આ છે Mukesh Ambani-Nita Ambani ના ઘરનો VIP Floor, ખાસ લોકોને જ મળે છે એન્ટ્રી…

દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવો અંબાણી પરિવાર (Ambani Family) હમેશાં પોતાની વૈભવી જીવનશૈલીને કારણે લાઈમ લાઈટમાં આવતો રહે છે. મુકેશ અંબાણી (Mukesh Ambani) નીતા અંબાણી (Nita Ambani) પોતાના પરિવાર સાથે મુંબઈ ખાતે આવેલા એન્ટિલિયામાં રહે છે એ વાત તો મોટાભાગના લોકો જાણે છે. પરંતુ શું તમને ખબર છે કે મુંબઈના આ સૌથી મોંઘા અને વૈભવી ઘરમાંથી એક એવા એન્ટિલિયામાં એક વીઆઇપી ફ્લોર છે, જ્યાં કોઈ પણ નહીં પરંતુ અમુક ખાસ ખાસ વ્યક્તિઓને જ એન્ટ્રી છે? નહીં ને, ચાલો આજે તમને એના વિશે જણાવીએ અને એ પણ જાણીએ કે આખરે શું ખાસ છે આ ફ્લોર પર કે જેને કારણે તે આટલો વીઆઈપી છે…

આ પણ વાંચો : Mukesh Ambaniનું Antilia નહીં પણ આ છે દુનિયાનું મોંઘું અને આલીશાન ઘર…

સાઉથ મુંબઈના મધ્યમાં આવેલું એન્ટિલિયા 27 માળનું મુંબઈ જ નહીં પણ દેશના મોંઘા ઘરમાંથી એક છે. 40,000 સ્ક્વેરફૂટમાં આવેલા આ ઘરની કિંમત 15,000 કરોડ રૂપિયા હોવાનો દાવો અનેક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. વાત કરીએ આ ઈમારતમાં આવેલા વીઆઇપી ફ્લોરની તો તે 27મો માળ છે, અને એવું કહેવાય છે કે આ જ માળ પર આખો અંબાણી પરિવાર સાથે રહે છે. આ માળ પર રહેવાનો નિર્ણય નીતા અંબાણીનો હતો અને તેમણે પરિવારની સુરક્ષાની દ્રષ્ટિએ આ નિર્ણય લીધો હતો.

એન્ટિલિયાના 27મા માળ પર બીજા લોકોને પ્રવેશવાની પરવાનગી નથી અને કોઈ માટે ત્યાં સુધી પહોંચવું સરળ પણ નથી. પરિવારના સભ્યો અને પરિચિત લોકો સિવાય કોઈને પણ અહીં આવવાની પરવાનગી નથી.

હવે તમને થશે કે આટલું મોટું મકાન અને તેમ છતાં આખો પરિવાર એક જ ફ્લોર પર કેમ રહે છે તો તેનું કારણ સિક્યુરિટીની સાથે સાથે જ બેસ્ટ એર વેન્ટીલેશનની સાથે સાથે નેચરલ સન લાઈટ પણ છે. આટલી ઊંચાઈ પર હોવાને કારણે સનલાઈટ અને હવાની અવરજવર ખૂબ જ સારી રહે છે. આ સિવાય 49 બેડરૂમ, 1 બોલરૂમ અને આધુનિક સ્પા અને સ્વિમિંગ પુલવાળું આ ઘર બનાવતી વખતે જ 8.0 રેકટર સ્કેલના ભૂકંપ સુધીના આંચકા નુકસાન ના પહોંચાડી શકે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Qutub Minar કરતાં પણ ઊંચું છે Mukesh Ambaniનું ઘર Antilia? હકીકત જાણીને ચોંકી ઉઠશો..

ભૈસાબ બધો ખેલ પૈસાનો જ છે, પૈસા હોય તો આ બધા મોંઘા મોંઘા શોખ અને સુખ સુવિધાઓ પાછળ ખર્ચો કરી શકાય અને ખિસ્સા પર તેની અસર પણ ન જોવા મળે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker