આ દિવસે થશે વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ, જાણો સંપૂર્ણ માહિતી
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણને શુભ માનવામાં આવતું નથી કારણ કે આ સમય દરમિયાન નકારાત્મક ઉર્જા વધવા લાગે છે. પંચાંગ અનુસાર વર્ષ 2023નું છેલ્લું અને બીજું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરે થવાનું છે. વર્ષ 2023નું પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલના રોજ થયું હતું. જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે, ત્યારે સૂર્યગ્રહણ થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યગ્રહણની ગણતરી મહત્વપૂર્ણ ખગોળીય ઘટનાઓમાં થાય છે.
જો તેને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો ચાલો તમને 2023ના વર્ષના આ છેલ્લા સૂર્યગ્રહણનૈ સમય વિશે માહિતી આપીએ.
પંચાંગ અનુસાર, સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરે રાત્રે 8:34 વાગ્યે શરૂ થશે અને 2:25 વાગ્યે સમાપ્ત થશે. આ દિવસે શનિ અમાવસ્યા વ્રત પણ રાખવામાં આવશે. જ્યોતિષના મતે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. સુતક કાળ ન હોવાને કારણે આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ નથી કે પૂજા દરમિયાન કોઈ અડચણ પણ આવશે નહીં. આ ગ્રહણ પશ્ચિમ આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એટલાન્ટિક અને આર્કટિકમાં જોવા મળશે. માન્યતાઓ અનુસાર ગ્રહણ દરમિયાન કંઈપણ ખાવું કે પીવું ન જોઈએ.
જો તમે હજુ પણ કંઇક પીવા માંગતા હોવ તો તમે પાણીમાં ગંગાજળ અથવા તુલસીના પાનનાં થોડાં ટીપાં નાખીને પી શકો છો. ગ્રહણ દરમિયાન ઉપવાસ કરવો શુભ માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિત્વમાં સકારાત્મકતાની અસર વધે છે. ઉપવાસ દરમિયાન તમે ડ્રાય ફ્રૂટ્સ અને ફ્રૂટ્સ ખાઈ શકો છો. એ તમારા આખા શરીરને ઉર્જાવાન રાખે છે. ગ્રહણના સમયગાળા દરમિયાન સાત્વિક આહાર લેવો જોઇએ અને માંસ મદિરા જેવી નશાકારક વસ્તુઓથી અંતર જાળવવું જોઇએ.