Himalayaની જગ્યા પર એક સમયે હતો સમુદ્ર, આ રીતે થયો ઉદ્ભવ…

જો તમને કોઈ પૂછે કે ભારતમાં આવેલા હિમાલયના પર્વતોનો ઉદ્બવ કઈ રીતે થયો કે પછી તેના ઉત્પતિનું કારણ શું છે તમારો જવાબ શું હશે? કદાચ ઘણા લોકો પાસે એનો જવાબ નહીં હશે. ચાલો આજે તમને હિમાલયની ઉત્પતિના ઈતિહાસ વિશે જણાવીએ… તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે આજે જ્યાં હિમાલય છે ત્યાં એક સમયે સમુદ્ર હતો. જી હા, હકીકત છે. 8.80 કરોડ વર્ષ પહેલાં ભારત એશિયા તરફ આગળ વધે છે. એ સમયે ભારત એક વિશાળકાય દ્વીપ હતો અને એ સમેય દુનિયામાં ટેક્ટોનિક પ્લેટ ખૂબ જ નાની નાની હતી. જ્યારે પ્લેટ્સ સરકતાં સરકતાં એકબીજા સાથે અથડાઈ અને મહાદ્વીપનું નિર્માણ થયું.
જ્યારે ભારતની પ્લેટ યુરેશિયન પ્લેટ સાથે ટકરાઈ તો એને કારણે દબાણ ખૂબ જ વધી ગયું. આ દબાણને કારણે ઊંચી ઊંચી પર્વતમાળા બની ગઈ જેને આજે આપણે હિમાલય તરીકે ઓળખીએ છીએ. પરંતુ એ પહેલાં ત્યાં ટેથિસ નામનો સમુદ્ર હતો. આ સમુદ્ર ગોંડવાના અને અંગારલેન્ડ વચ્ચે આવેલો હતો. જ્યારે ભારત યુરેશિયન પ્લેટ સાથે ટકરાયું તો સમુદ્રનું નામોનિશાન ખતમ થઈ ગયું અને એની જગ્યાએ ઊંચા ઊંચા પર્વતોની હારમાળા ઊભી થઈ ગઈ.

હિમાલય બનવાની પ્રક્રિયા આજથી 4-5 કરોડ વર્ષ પહેલાં શરૂ થઈ હતી. ભારત અને યુરેશિયન પ્લેટની ટક્કરને કારણે સબડક્શન નહીં થયું એટલે કે કોઈ પ્લેટ નીચે નહીં ધસી અને એ સમયે ભૂ-ભાગ ઉપર ઉઠવા લાગ્યો. પશ્ચિમથી પૂર્વ સુધી એની લંબાઈ આશરે 2500 કિલોમીટર છે. જેનો પશ્ચિમી કિનારો નંગા પર્વત પાસે સિંધ નદીની ઉત્તરી છેડા પાસે આવેલો છે.
હિમાલયને દુનિયાનો સૌથી નવો યુવાન પર્વતીય વિસ્તાર માનવામાં આવે છે, જેનો પૂરો વિસ્તાર એક અર્ધચંદ્રાકાર આકૃતિમાં જોવા મળે છે. ઈન્ડિયન ટેક્ટોનિક પ્લેટ દર વર્ષે 15થી 20 mmની સ્પીડથી તિબેટિયન પ્લેટની તરફ આગળ વધી રહી છે.
