Anant-Radhika wedding: સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતી અંબાણીની કંકોત્રીનો ભાવ જાણો છો? | મુંબઈ સમાચાર

Anant-Radhika wedding: સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતી અંબાણીની કંકોત્રીનો ભાવ જાણો છો?

બોલીવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાના લગ્નના વીડિયો અને ખબરો વચ્ચે બીજી ચર્ચાએ જોર પકડ્યું છે. અંબાણી પરિવારના નાના દીકરા અંનત અંબાણીના રાધિકા મર્ચન્ટ (Anant-Radhika wedding)સાથેના લગ્નની વાતો તો નવી નથી, કારણ કે બન્નેના બે પ્રિ-વેડિંગ ઈવેન્ટ્સ થઈ ગયા છે અને તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે, પરંતુ તાજેતરમાં જે સૌથી વધારે ચર્ચામાં છે તે છે અનંત અને રાધિકાના લગ્નના આમંત્રણની કંકોત્રી. મોટા ખજાનાના બોક્સ જેવી લાગતી આ કંકોત્રીનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

અંબાણી પરિવારની વહુ નીતા અંબાણી (Neeta Ambnai at Varanasi) આ કંકોત્રી લઈ વારાણસી ગયા હતા અને પહેલી કંકોત્રી કાશી વિશ્વનાથને અર્પણ કરી દીકરા-વહુના સુખી લગ્નજીવનની પ્રાર્થના કરી હતી. ત્યારબાદ આ કંકોત્રી રાજકારણ અને બોલીવૂડ જગતના મહાનુભાવોને ઘરે આપવા અંબાણી પરિવારના સભ્યો જઈ રહ્યા છે.

વાયરલ થયેલી આ કંકોત્રી સોનારી રંગના બોક્સ જેવી છે. તેને ખોલતા જ ચતુર્ભુજ સ્વરૂપમાં ભગવાન વિષ્ણુ દેખાય છે. કંકોત્રી ખોલો કે વૈદિક મંત્રોચ્ચાર શરૂ થાય છે અને અલગ અલગ કાર્યક્રમોની જાણકારી છે. આ સાથે તેમાં સોના-ચાંદીની મૂર્તિઓ પણ છે.

સ્વાભાવિક છે કે આ કંકોત્રીની કિંમત જાણવાની ઉત્સુકતા સૌને હોય. કંકોત્રીની અસલ કિંમત સત્તાવાર રીતે તો જાણી શકાય નહીં, પરંતુ કંકોત્રી બનાવનારા લોકોના કહેવા અનુસાર એક કંકોત્રીની કિંમત રૂ. છથી સાત લાખ હોવાનું અનુમાન છે.

Ambani familyનો નાનો દીકરો 12મી જુલાઈએ રાધિકા સાથે લગ્ન કરશે અને 14મીએ મુંબઈ ખાતે રિસેપ્શન યોજવામાં આવશે.

સંબંધિત લેખો

Back to top button