Anant Chaturdashi 2025: અનંત ચતુર્દશીના દિવસે કેમ મીઠું ખાવાની મનાઈ છે? જાણો વ્રતના નિયમો અને મહત્ત્વ

હિંદુશાસ્ત્રમાં આપવામાં અનંત ચતુર્દશીનું આગવું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને ભાદરવા મહિનાની શુક્લ પક્ષની અનંત ચતુર્દશીની તિથિ ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુજીની પૂજા અને વ્રત સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. પરંતુ શું તમને ખબર છે કે આ દિવસે મીઠું ખાવાની મનાઈ કરવામાં આવી છે. ચાલો જોઈએ શું છે આખી ઈનસાઈડ સ્ટોરી-
અનંત ચતુર્દશીના ધાર્મિક મહત્ત્વ વિશે વાત કરીએ તો આ દિવસે ભગવાન વિષ્ણુના અનંત રૂપ અને શેષનાગની પૂજા કરવામાં આવે છે. 14 ગાંઠવાળું અનંત સૂત્ર બાંધીને સંકટોમાંથી મુક્તિ મળે છે એવી એક માન્યતા છે. હિંદુ માન્યતા અનુસાર અનંત ચતુર્દશીના વ્રતમાં સાધારણ મીઠું (ટેબલ સોલ્ટ)નું સેવન કરવાની મનાઈ કરવામાં આવી છે, જેથી શુદ્ધતા અને પવિત્રતા જળવાઈ રહે.
વ્રતમાં શુદ્ધતા સર્વોપરિ હોય છે અને ટેબલ સોલ્ટને અપવિત્ર માનવામાં આવે છે, જ્યારે સિંધવ મીઠું શુદ્ધ અને વ્રત માટે યોગ્ય માનવામાં આવે છે. શાસ્ત્રોમાં સિંધવ મીઠાને શુદ્ધ માનવામાં આવ્યું છે અને તે શરીરમાં સોડિયમની કમીને પૂરું કરે છે તેમ જ વ્રતની પવિત્રતા જળવાઈ રહે છે.
અનંત ચતુર્દશી પર મીઠું નહીં ખાવાથી પાપ નષ્ટ થઈ જાય છે અને આવું કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. સાધકને અનંત ફળની પ્રાપ્તિ થાય છે. મહાભારતમાં શ્રીકૃષ્ણને પાંડવોએ અનંત ચતુર્દશીના વ્રતની સલાહ આપી હતી. મીઠું ત્યાગીને તેમણે સંકટોમાંથી મુક્તિ મળે છે.
વાત કરીએ વ્રતના નિયમની તો સ્નાન, સંકલ્પ, વિષ્ણુ પૂજા, અનંત સૂત્ર બાંધવું અને સિંધવ મીઠાવાળું ભોજન જ ખાવું જોઈએ અને નોર્મલ સોલ્ટનું સેવન કરવાથી બચવું જોઈએ. વ્રતમાં સાબુદાણા, રાજગરાની પૂરી, બટેટાનું શાક, ફળ અને દૂધથી બનાવેલી વાનગીઓનું સેવન કરવું જોઈએ.
આ પણ વાંચો….અનંત ચતુર્દશી ક્યારે છે? જાણો ગણપતિ વિસર્જનનો શુભ સમય અને પૂજાની રીત