Anant Ambani Salary નહીં લે તો કઈ રીતે ઉઠાવશે Radhika Merchantનો ખર્ચ?
હાલમાં જ ગુજરાતના જામનગર ખાતે Anant Ambani-Radhika Merchantનો પ્રિ-વેડિંગ બેશ ફંક્શન સંપન્ન થયો. ફંક્શન તો પૂરું થઈ ગયું છે પણ તેમ છતાં હજી પણ લોકોના મોઢે એની ચર્ચાઓ ચાલી રહી છે.
Mukesh Ambani રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન એમડી છે અને તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે પણ તેઓ આ કામ માટે એક પણ પૈસો નથી લેતા. હાલમાં જ મુકેશ અંબાણીએ પોતાના ત્રણેય સંતાનોને પણ બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સામેલ કર્યા છે અને ત્રણેયને અલગ અલગ બિઝનેસની જવાબદારી સોંપવામાં આવી છે.
પપ્પા મુકેશ અંબાણીના નક્શે કદમ ચાલીને આ બાળકોએ પણ કંપનીમાંથી પગાર ના લેવાનો નિર્ણય લીધો છે. હવે સવાલ એ છે કે જો અનંત અંબાણી પગાર નહીં લે તો તે લગ્ન પછી રાધિકા મર્ચન્ટનો ખર્ચ કઈ રીતે ઉઠાવશે? ચાલો તમને જણાવીએ…
અંબાણી પરિવારના ત્રણેય ઉત્તરાધિકારી એટલે કે આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણીએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને કમિટીની બેઠકમાં હાજરી આપવા માટે ફી આપવામાં આવશે. અનંતની નેટવર્થ 3,32,482 કરોડ રૂપિયા છે.
મિટિંગની સિટિંગ ફીસ તરીકે નીતા અંબાણીને ફાઈનાન્શિયલ 2022-23 માટે છ લાખ રૂપિયા અને 2 કરોડ રૂપિયાનું કમિશન આપવામાં આવ્યું હતું. અનંતને પણ આટલી જ ફી મળશે અને આ સિવાય ડિવિડન્ડથી લઈને પર્સનલ ઈન્વેસ્ટમેન્ટમાંથી અનંત પોતાનો અને પત્ની રાધિકાનો ખર્ચ ઉઠાવશે.