મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Anant Ambani-Radhika Merchantના સંગીતમાં Isha Ambaniનો વટ્ટ જોયો કે…

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Wedding)ની ઘડીઓ ગણાઈ રહી છે. 12મી જુલાઈના બંનેના લગ્ન થવા જઈ રહ્યા છે પણ લગ્ન પહેલાંના કાર્યક્રમમાં પણ અંબાણી પરિવાર (Ambani Family)ની જાહોજલાલી જોઈને સૌ કોઈની આંખો પહોળી થઈ ગઈ છે.

આ બધા વચ્ચે સંગીત સેરેમનીમાંથી Isha Ambaniનો જે લૂક સામે આવ્યો છે એ જોઈને તમારી આંખો પણ પહોળી થઈ જશે. એવું કહેવું જરાય ખોટું નહીં ગણાય કે આ ઈવેન્ટમાં ઈશાએ લાઈમ લાઈટ ચોરી લીધી હતી. ચાલો જોઈએ આખરે ભાઈ અનંતના સંગીતમાં બહેન ઈશાએ કઈ રીતે વટ્ટ પાડી દીધો…

આ પણ વાંચો: Anant-Radhikaના સંગીતમાં પરફેક્ટ લૂક સાથે આવી હતી આ અભિનેત્રી

સંગીત સેરેમનીમાં ઈશા અંબાણી ઈંક બ્લ્યુ કલરની સાડી અને સિલ્વર સ્કલ્પચર પહેરીને પહોંચી હતી. ઈટાલિયન બ્રાન્ડ શિયાપરેલી દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું હતું. શિયાપરેલી બ્રાન્ડ દ્વારા બનાવવામાં આવેલી આ સાડી કસ્ટમ મેડ છે.
આ અનોખી સાડી પહેરીને ઈશા અંબાણીએ સાડીઓના ઈતિહાસમાં એક નવો મકામ હાંસિલ કર્યો છે. આ એકદમ અનોખી લાગતી સાડી સાથે ઈશાએ ડાયમંડનો નેક્લેસ, કાનની બુટ્ટી અને માંગટિકો પહેર્યો હતો.

ઈશા અંબાણીનો આ લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. લોકો આ સાડીના વખાણ કરતાં નથી થાકી રહ્યા. ઈશાની આ અદ્ભુત તેમ જ કમાલની ફેશન સેન્સે ફેશન વર્લ્ડમાં આગ લગાવી દીધી છે.

આ પણ વાંચો: સંગીત સમારોહમાં અમિતાભની પૌત્રીએ પહેર્યા એવા કપડાં કે ટ્રોલ થઇ

જોકે, ફેશનના મામલામાં ટુ બી બ્રાઈડ અને ટુ બી ગ્રુમ એટલે કે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી પણ પાછળ રહ્યા નહોતા. અનંત અને રાધિકાએ ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલા દ્વારા ડિઝાઈન કરેલા આઉટફિટ પહેર્યા હતા. અનંત પહેરેલા બ્લુ કોટ પર સોનાના ડોળાથી વર્ક કરવામાં આવ્યો હતો તો રાધિકાના આઉટ ફિટમાં પણ હીરા જડવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker