
અંબાણી પરિવારના સદસ્યો પોતાની લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલને કારણે ચર્ચામાં આવતા હોય છે અને સોશિયલ મીડિયા પર તેમના ફોટો અને વીડિયો વાઈરલ થતાં હોય છે.
હાલમાં સોશિયલ મીડિયા પર અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)નો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં બંને જણ એકબીજાનો હાથ પકડીને રસ્તા પર ચાલતા જોવા મળી રહ્યા છે અને આ વીડિયો નેટિઝન્સ વચ્ચે ચર્ચાનો વિષય બની રહ્યો છે. આવો જોઈએ આખરે એવું તે શું ખાસ છે આ વીડિયોમાં અને અનંત અને રાધિકા બંને ક્યાં સાથે ફરી રહ્યા છે-
આપણ વાંચો: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બાદ સૌથી વધુ ટ્રેન્ડમાં રહેલાં 2025 હાઈફાઈ લગ્ન…
વાઈરલ થઈ રહેલો આ વીડિયો સ્વિટર્ઝેલેન્ડનો હોવાનું કહેવાય છે અને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ રસ્તા પર એકબીજાનો હાથ પકડીને ચાલતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં અનંત અને રાધિકાએ ટ્વિનિંગ કર્યું હતુ. અનંતે આ સમયે બ્લ્યુ ટી-શર્ટ પહેરી હતી, જ્યારે રાધિકાએ બ્લેક ટી-શર્ટ સાથે બ્લ્યુ જેકેટ પહેર્યું હતું.
વીડિયોમાં કપલ સાથે તેમની ટીમ પણ જોવા મળી રહી છે જે અનંતની કોફીનો ગ્લાસ ઉઠાવીને ચાલી રહ્યા છે. વચ્ચે વચ્ચે અનંત કોફીની ચૂસકીઓ પણ માણતો જોવા મળી રહ્યો છે. અનંત અને રાધિકાની કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
આપણ વાંચો: Viral Video: Salman Khan પહોંચ્યો મહાકુંભ? સાથે દેખાયા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ…
નેટિઝન્સ આ વીડિયોની ચર્ચા કરી રહ્યા છે. અનંત અને રાધિકાને જોવા માટે રસ્તા પર લોકો ભીડ કરી રહ્યા હતા. અનંત અને રાધિકા જ્યાં પણ જાય ત્યાં તેઓ લોકો સાથે વાત કરવાનું પસંદ કરતાં હોય છે અને આ વીડિયોમાં પણ બંને જણ રસ્તે ચાલી રહેલાં લોકો સાથે વાતચીત પણ કરી રહ્યા હતા. આ વીડિયો પર નેટિઝન્સ કમેન્ટ અને લાઈક્સ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે.
એક યુઝરે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે વાહ રે નવાબી, કોફીનો ગ્લાસ કોઈ પણ કોઈ પકડાવે છે હાથમાં. બીજા એક યુઝરે લખ્યું કે રાધિકા અને અનંત વચ્ચે ખૂબ જ પ્રેમ છે. ત્રીજા યુઝરે લખ્યું હતું કે બંને જણ એકબીજા સાથે હંમેશા પરફેક્ટ લાગે છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો હાલમાં જ જોઈએ લો..
અહીંયા તમારી જાણ માટે કે અનંત અને રાધિકાના લગ્નને હાલમાં જ એક વર્ષ પૂરું થયું છે. આવી સ્થિતિમાં આ કપલ ફોરેનમાં વેકેશન પ્લાન કરીને એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યું છે એવી અટકળો લગાવી રહ્યા છે.
અનંત અને રાધિકાના લગ્નની ચર્ચા માત્ર ભારત જ નહીં પણ વિદેશમાં પણ થઈ હતી. જેમાં બોલીવૂડથી લઈને હોલીવૂડ સ્ટાર્સ, બિઝનેસ ટાયકૂન, પોલિટિશિયન્સ અને અન્ય નામી હસ્તીઓએ હાજરી આપી હતી.