સ્પેશિયલ ફિચર્સ

સ્ટેજ પર જ રડવા લાગ્યો Isha Ambaniનો દીકરો અને વીડિયો થયો વાઈરલ…

દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારની ગર્લ્સ ગેન્ગ કોઈ ઈવેન્ટમાં જાય અને ત્યાં લાઈમલાઈટ ના ચોરે તો જ નવાઈ. હાલમાં સોશિયલ મીડિયા પર અંબાણી પરિવારનો આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં નીતા અંબાણી, શ્લોકા મહેતા, રાધિકા મર્ચન્ટ અને ઈશા અંબાણી સાથે જોવા મળ્યા હતા.

હર હંમેશની જેમ જ અંબાણી લેડીઝ પોતાના લૂકથી લાઈમલાઈટ લૂંટી હતી. જોકે, અંબાણી પરિવારના ખાસ નાનકડાં મહેમાનોએ પણ બિલકુલ પાછળ નહોતા રહ્યા. આવો જોઈએ શું કર્યું અંબાણી પરિવારના નાનકડાં મહેમાનોએ…

સોશિયલ મીડિયા પર પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં નીતા અંબાણી મલ્ટિકલર સાડીમાં જોવા મળ્યા હતા. બ્લ્યુ બેઝ અને ફ્લોરલ પ્રિન્ટવાળી આ સાડી સાથે નીતા અંબાણીએ લાઈટ જ્વેલરી કેરી કરી હતી.

આપણ વાચો: અંબાણી પરિવારની વહુરાણી રાધિકા મર્ચન્ટને આ શું થયું? આવા કપડાં પહેરીને પહોંચી મંદિરમાં દર્શને…

આ સમયે નીતા અંબાણી દાદીના રોલમાં જોવા મળ્યા હતા અને તેઓ ઈશા અંબાણીના બંને બાળકોને સંભાળતા જોવા મળ્યા હતા. નીતા અંબાણીએ બંને પર ખૂબ જ વ્હાલ વરસાવી રહ્યા છે. નીતા અંબાણીનો આ લૂક ખૂબ જ સ્ટાઈલિશ અને હર હંમેશ કરતાં અલગ લાગી રહ્યો છે.

વાઈરલ વીડિયોમાં નીતા અંબાણીની પાછળ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ જોવા મળી રહી છે. બંને દેવરાણી-જેઠાણી ચિટચેટ કરતી અને હસતી જોવીા મળી રહી છે. આ સમયે બંને વચ્ચેની સ્ટ્રોન્ગ બોન્ડ જોવા મળી રહ્યો છે.

બંનેનો લૂક ખૂબ જ સિમ્પલ છે. રાધિકાએ આ સમયે બેજ ગ્રીન સૂટ કેરી કરી છે અને શ્લોકાએ પર્પલ સૂટ કેરી કર્યો છે. સટલ મેકઅપ અને ખુલા વાળ સાથે બંને જણે પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો.

આપણ વાચો: જ્યારે અંબાણી પરિવારની વહુરાણી પર ભારે પડી આ મહિલા, રાધિકા મર્ચન્ટ સાથે છે ખાસ કનેક્શન…

આ ઉપરાંત ઈશા અંબાણી અને આનંદ પિરામલની વાત કરીએ હર હંમેશની જેમ ઈશા સુંદર લાગી રહી હતી. ઈશા અંબાણી અને આનંદ પિરામલ બંને બાળકો સાથે જોવા મળી રહ્યા છે.

બંને બાળકો પણ એકદમ ખૂબ જ ઉત્સાહ અને ખુશહાલ જોવા મળી રહ્યા છે. સ્ટેજ પર તેમની ધમાચકડી એકદમ જોવાલાયક છે. બંને બાળકોની ક્યુટનેસથી નેટિઝન્સ ખુશ થઈ ગયા હતા. જોકે, સ્ટેજ પર ઈશા અંબાણીનો દીકરો કૃષ્ણા રડવા લાગતા મામી શ્લોકા મહેતા તરત જ તેને છાનો રાખવા આગળ આવી ગઈ હતી.

નેટિઝન્સ આ વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે વહુરાણી પર સાસુ નીતા અંબાણી હાવી થઈ ગયા, તેઓ આજે પણ સૌથી સુંદર લાગે છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે રાધિકા અને શ્લોકા વચ્ચે કેટલી સારી બોન્ડિંગ જોવા મળી રહી છે. બાકી દેરાણી-જેઠાણી તો લડતી ઝઘડતી જ દેખાય છે.

ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે નીતા અંબાણી પોતાના ગ્રાન્ડ ચિલ્ડ્રન્સને કેટલો વ્હાલ કરે છે. ચોથા એક યુઝરે લખ્યું હતું કે રાધિકા હંમેશા જ હસતી રહે છે, જ્યારે શ્લોકા પણ એલિગન્ટ લાગી રહી છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button