ભારેભરખમ મીનાકારીવાળી જ્વેલરી, નીતા અંબાણી પર આ રીતે ભારે પડી નાની વહુ રાધિકા મર્ચન્ટ…

અંબાણી પરિવાર દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે પછી એ ગણેશોત્સવ હોય કે નવરાત્રિ. અંબાણી પરિવારે દેવી માની પૂજા અને ગરબા નાઈટનું આયોજન કર્યું હતું અને અંબાણી પરિવાર હોય એટલે ધામધૂમથી અને શાહી ઠાઠ ના જોવા મળે તો જ નવાઈ… આ નવરાત્રિની ઈવેન્ટનું આયોજન ઈશા અંબાણી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પરિવારમાં આવેલી નવી નવી વહુરાણી રાધિકા મર્ચન્ટ સાસુ નીતા અંબાણી પર ટ્રેડિશનલ ગુજરાતી લૂકને કેરી કરીને ભારે પડી હતી.
રાધિકા મર્ચન્ટ હંમેશાની જેમ જ આ વખતે ગરબા નાઈટ્સમાં પણ ગુજરાતી સ્ટાઈલ ચણિયા ચોળીમાં જોવા મળી હતી. ઈશા અંબાણીની ગરબા નાઈટ્સ માટે રાધિકાએ જાણીતા ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા બ્લ્યુ રંગની ચણિયા ચોળી પહેર્યા હતા. આ આઉટફિટમાં રાધિકા એકદમ રકાજકુમારી જેવી લાગી રહી હતી.
આ ડિઝાઈનર ચણિયા ચોળી પર વ્હાઈટ કલરનું વર્ક કરવામાં આવ્યું હતું, આ વર્કમાં ગ્રીન અને લાલ કલરનું કોમ્બિનેશન કરવામાં આવ્યું હતું. આ સાથે ચણિયા ચોળી પર કરવામાં આવેલું મિરર વર્ક તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું કામ કર્યું હતું. અંબાણી પરિવારની વહુએ આ આઉટફિટ સાથે સોના અને મોતીમાંથી બનાવવામાં આવેલું મીનાકારી હાર પહેર્યો હતો અને કાનમાં સ્ટાઈલ સ્ટેટમેન્ટ ઈયરરિંગ્સ પણ પહેર્યા હતા. હાફ પોનીમાં રાધિકા એકદમ પ્રિન્સેસ લાગી રહી હતી.
દરમિયાન નીતા અંબાણીએ પણ ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કુલમાં નવરાત્રિની ઊજવણી કરી હતી. આ સમયે નીતા અંબાણી સાથે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી પણ જોવા મળ્યા હતા. એ સમયે પિંક કલરના આઉટફિટમાં પણ રાધિકા મર્ચન્ટ સાસુ નીતા અંબાણીને ટક્કર મારી હતી. નીતા અંબાણી લાલ કલરના ડ્રેસમાં જોવા મળ્યા હતા અને આ સમયે કરીના-સૈફના દીકરા જેહ સાથે દાંડિયા રમતાં અને મસ્તી કરતાં જોવા મળ્યા હતા.