Lalbaugcha Rajaના દર્શને પતિ મુકેશ અંબાણીનો હાથ પકડવો નીતા અંબાણીને પડ્યું ભારે, જાણો શું થયું?

મુંબઈ સહિત દેશભરમાં ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ગલીગલીએ ગણેશ પંડાલ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે પણ આ બધામાં સૌથી લોકપ્રિય અને જાણીતું છે લાલબાગચા રાજા મંડળ. મુંબઈ સહિત દેશભરમાંથી ભક્તો લાલબાગચા રાજાના દર્શન કરવા માટે આવે છે.
દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારના સભ્યો પણ લાલબાગચા રાજાના દર્શને પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વિઝિટનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી સાસુ અને સાળી સાથે બાપ્પાના દર્શન કરતાં જોવા મળી રહ્યા છે.
આપણ વાંચો: અમેરિકા-ઈન્ડિયા ટેન્શન વચ્ચે નીતા અંબાણી-મુકેશ અંબાણીએ લીધું મહત્ત્વનું પગલું?
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન નીતા અંબાણી પણ લાલબાગચા રાજાના દર્શને પહોંચ્યા હતા. ગઈકાલે સાંજે નીતા અંબાણી અને મુકેશ અંબાણી લાલબાગ પહોંચ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. બાપ્પાને ચરણે બંને જણે ખૂબ જ શ્રદ્ધાથી માથુ ઝૂકાવતા જોવા મળી રહ્યા છે.
નીતા અંબાણીએ આ સમયે દેસી લૂક કેરી કર્યો હતો અને હર હંમેશની જેમ નીતા અંબાણી સુંદર લાગી રહ્યા હતા. ઓરેન્જ અને ગ્રીન કલરના કોમ્બિનેશનવાળું અનારકલી સૂટ નીતા અંબાણીને એકદમ સૂટ કરી રહ્યું હતું.
આ સાથે નીતા અંબાણી ઓરેન્જ પ્રિન્ટેડ દુપટ્ટો કેરી કર્યો હતો જે તેમના લૂકને ચાર ચાંદ લગાવવાનું કામ કર્યું હતું. આ સુંદર આઉટફિટ સાથે તેમણે એક પન્ના જડેલો નેકલેસ, મેચિંગ ઈયરરિંગ્સ, બંગડીઓ અને ગ્લોઈંગ મેકઅપ કર્યો હતો.
આપણ વાંચો: ટાઈટ સિક્યોરિટી વચ્ચે આ કોણ પધાર્યું અંબાણી પરિવારના એન્ટિલિયામાં? વીડિયો થયો વાઈરલ…
મુકેશ અંબાણીની વાત કરીએ તો તેમણે લાઈટ કલરનો કૂર્તો પાયજામો અને તેના પર પર્પલ કલરનો નહેરુ જેકેટ સ્ટાઈલ કર્યો હતો. વીડિયોમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી બંને જણ આરતી કરતાં પણ જોવા મળી રહ્યા છે.
આ સમયે નીતા અંબાણીની બહેન મમતા દલાલ અને મમ્મી પૂર્ણિમા દલાલ પણ સાથે જોવા મળ્યા હતા અને બંને જણે ટ્વીનિંગ કર્યું હતું.
મમતા દલાલ અને પૂર્ણિમા દલાલ પણ સુંદર આઉટફિટને કારણે લાઈમલાઈટ ચોરી લીધી હતી, તેમનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે અને નેટિઝન્સ એવી ટિપ્પણી કરી રહ્યા છે કે નીતા અંબાણીને પતિ મુકેશ અંબાણીનો હાથ પકડીને પાછળ ચાલવાનું ભારે પડ્યું હતું, કારણ કે આગળ ચાલી રહેલાં નીતા અંબાણીની બહેન મમતા અને માતા પૂર્ણિમાએ લાઈમ લાઈટ ચોરી લીધી હતી.