શ્લોકા મહેતા કે રાધિકા મર્ચન્ટ, અંબાણી પરિવારના રસોડાની જવાબદારી કોની પાસે? | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

શ્લોકા મહેતા કે રાધિકા મર્ચન્ટ, અંબાણી પરિવારના રસોડાની જવાબદારી કોની પાસે?

અંબાણી પરિવારની ડે ટુ ડે લાઈફસ્ટાઈલની ઝીણામાં ઝીણી ડિટેઈલ્સ વિશે જાણવામાં લોકોને ખૂબ જ રસ હોય છે પછી એ અંબાણી પરિવારમાં રોટલીઓ કઈ રીતે બને છે એવી વાત હોય કે પછી અંબાણી પરિવારના મોંઘા આઈસ્ક્રીમ બનાવતા મશીનની વાત હોય. હવે આવો જ એક સવાલ સામાન્યપણે આપણા મગજમાં આવે કે આખા પરિવારનું દિલ જિતવાનું કામ કરનારા રસોડાની જવાબદારી પરિવારની કઈ મહિલા પાસે હશે? પરિવારના મોટા વહુરાણી શ્લોકા મહેતા કે પછી નાના વહુરાણી રાધિકા મર્ચન્ટ પાસે? આજે આપણે આ સ્ટોરીમાં એના વિશે વાત કરીશું…

સામાન્યપણે આપણે ત્યાં ભારતીય પરિવારોમાં વહુરાણીના આગમન બાદ રસોડાની અને પરિવારની જવાબદારી વહુરાણીને સોંપવામાં આવે છે. હવે અંબાણી પરિવારમાં તો બે-બે વહુરાણીઓ છે શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ. હવે પરિવારમાં બે-બે વહુરાણીઓ હોય તો એવો સવાલ થાય એ સ્વાભાવિક છે કે તો પછી શ્લોકા મહેતા કે રાધિકા મર્ચન્ટ કોની પાસે છે રસોડાની જવાબદારી?

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારમાં દરેક કામ માટે નોકરીની મોટી ફોજ છે અ અને તમામ લોકોને તેમની જવાબદારીઓ ખબર છે. મુકેશ અંબાણી અને આખો પરિવાર શાકાહારી છે. આવી સ્થિતિમાં તેમના રસોડામાં ભોજન પણ એવું જ બને છે. શ્લોકા મહેતા અંબાણી પરિવારના મોટા વહુરાણી છે અને રાધિકા હાલમાં જ આ પરિવારમાં જોડાઈ છે. જ્યારે નીતા અંબાણી પરિવારના મુખિયા છે આવી સ્થિતિમાં ઘરમાં નીતા અંબાણીનું જ રાજ ચાલે છે.

વાત કરીએ રસોડા પર કોનું રાજ ચાલે છે એની તો અંબાણી પરિવારના કિચનમાં કામ કરવા માટે પણ ઢગલો નોકર છે અને જમવાનું બનાવવાથી લઈને દરેક કામ તેઓ જ કરે છે. પરંતુ વાત જવાબદારી સંભાળવાની આવે છે તો મુકેશ અંબાણીના ઘરે રસોડાની જવાબદારી શ્લોકા મહેતાની છે. પરિવારના સભ્યોની ફૂડ હેબિટ્સને સમજીને શ્લોકાએ આ જવાબદારી સંભાળી છે. તેની લીડરશિપ હેઠળ જ પરિવારના સદસ્ય અને મહેમાનો માટે ખાસ ડિશેઝ તૈયાર કરવામાં આવે છે, જે ભારતીય શાકાહારી વાનગીઓની વિવિધતાને દર્શાવે છે.

રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર અંબાણી પરિવારની ખાવા-પીવાની હેબિટ્સ તેમની પરંપરા અને ફિટનેસ અંગેની જાગરૂક્તાને દર્શાવે છે. તેમના ઘરમાં બનતી વાનગીઓ શાકારી હોય છે. આ સિવાય પરિવારના બીજા સદસ્ય વિવિધ રેસ્ટોરાંમાં ફૂડ ટ્રાય કરવાનું પસંદ કરે છે, જ્યાં તેઓ નવી નવી વાનગીઓનો સ્વાદ ચાખે છે અને સ્થાનિક સંસ્કૃતિને સમજવાનો પ્રયાસ કરે છે.

આ પણ વાંચો…નીતા અંબાણીની 17 કરોડ રૂપિયાની આ ટચૂકડી બેગની ખાસિયત જાણશો તો ચોંકી ઉઠશો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button