Ambani Family ક્યાંથી કરે છે મહિનાભરના રાશનની ખરીદી?

આપણામાંથી મોટાભાગના લોકોને ઘરે ગ્રોસરી શોપિંગ માટે ઓનલાઈન પોર્ટલ, સુપર માર્કેટ્સનો સહારો લઈએ છીએ, પણ ક્યારેય વિચાર્યું છે ખરું દુનિયાના સૌથી ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારને ત્યાં ક્યાંથી કરિયાણું ભરવામાં આવે છે? ચાલો તમને જણાવીએ-
અંબાણી પરિવારની વાત કરીએ તો અંબાણી પરિવારને ત્યાં કરિયાણું ભરાવવામાં આવે છે ફૂડ સ્ક્વેયર નામના સુપર માર્કેટથી, આ સ્ટોરની ખાસિયત એ છે કે તે સુપર રિચ લોકો માટે જ છે. 2023માં ફૂડ સ્ક્વેયર ફૂડહોલની જગ્યા લીધી છે અને મુંબઈના સ્વાદિષ્ટ ખાદ્યપદાર્થની રિટેલિંગમાં નંબર વન બની ગયું છે. ફૂડ સ્ક્વેયરની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર આ મુંબઈના લિંકિંગ રોડ પર 25,000 સ્ક્વેર ફૂટના વિસ્તારમાં આવેલું છે.
આ પણ વાંચો : અંબાણી પરિવારના ‘Bigg Boss’ Kokila Ambani કોની સાથે રહે છે? વહુ નીતા અને ટીના સાથે છે આવો સંબંધ…
આ સ્ટોર ચર્ચામાં આવ્યું કારણ છે સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર્સ. ઓગસ્ટ મહિનાના પહેલાં જ અઠવાડિયામાં હમઝા ખાન નામના એક ઈન્ફ્લ્યુએન્સરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો અપલોડ કર્યો હતો અને આ વીડિયોમાં તેણે આ આઈકોનિક સુપર માર્કેટ વિશે વાત કરી હતી. આ વીડિયોમાં જ તેણે એવો સવાલ કર્યો હતો કે શું તમને ખબર છે કે અંબાણી પરિવાર (Ambani Family)ના ઘરે રાશન ક્યાંથી ભરાવવામાં આવે છે? હવે મુકેશ અંબાણી (Mukesh Ambani) વિશે જાણવા માટે તો આખો દેશ તત્પર હોય છે અને એમનો ઉલ્લેખ જ આ વીડિયોને વાઈરલ કરવા માટે પૂરતું હતું, કારણ કે લોકો અંબાણી પરિવારની ઝીણામાં ઝીણી વિગત જાણવા માટે હંમેશા ઉત્સુક હોય છે અને અંબાણી પરિવારના ઘરે અહીંથી આવે છે રાશનવાળો આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ ગયો હતો.
છ જ દિવસની અંદર આ વીડિયો તૂફાન વાઈરલ થઈ ગયો અને અત્યાર સુધીમાં તેને 9.6 મિલિયન કરતાં વધુ વખત જોવાઈ ચૂકય્યો છે. હમઝા ખાન દ્વારા કરાયેલા દાવા વિશે વાત કરીએ તો અંબાણી અને અને બોલીવૂડના અનેક સેલેબ્સ આ સુપર માર્કેટથી શોપિંગ કરે છે તો એનો કોઈ આધારભૂત સ્રોત નથી, અને આ એક અનુમાન જ છે, કારણ કે આ મુંબઈની સૌથી મોંઘી સુપરમાર્કેટ છે.
જોકે, અનેક રિપોર્ટ્સમાં અનેક ટેલિવિઝન એક્ટર્સ અને મોડેલ્સ ગ્રોસરી અને બીજી જરૂરી સામાન ખરીદવા માટે આ માર્કેટની મુલાકાત લેતા જોવા મળ્યા છે.