Google પર આ ચાર શબ્દો સર્ચ કરતાં જ ઘટશે એવી વિચિત્ર ઘટનાઓ કે તમારી આંખો…

આજના ડિજિટલ વર્લ્ડમાં ગૂગલ એ દરેક સમસ્યાનું સમાધાન છે અને એમાં પણ ખાસ કરીને આજની યુવાપેઢી પોતાના દરેક સવાલોના જવાબ મેળવવા માટે આ ગૂગલ બાબાના શરણે પહોંચી જાય છે. દુનિયાભરમાંથી દરરોજ કરોડો લોકો આ લોકપ્રિય સર્ચ એન્જિન ગૂગલનો ઉપયોગ કરે છે. આ ગૂગલને ઉપયોગમાં લેવાની પણ કેટલી પોલિસી હોય છે અને એનું ઉલ્લંઘન કરવામાં આવે તો મુશ્કેલીમાં પણ ફસાવવાનો વારો આવે છે. ખેર, એ વાત પછી ક્યારેક પણ આજે અમે અહીં તમારા માટે ચાર એવા શબ્દો લઈને આવ્યા છીએ કે જેના વિશે જાણીને તમને જે અનુભવ થશે એ જોઈને તમારી આંખો પહોળી થઈ જશે.
ચાલો વધારે સમય વેડફ્યા વિના જોઈએ કયા છે આ શબ્દો અને આ શબ્દો ગૂગલ પર સર્ચ કરવાથી આખરે શું રિઝલ્ટ મળે છે:
ગૂગલ પર કેટલાક શબ્દો સર્ચ કરવાથી તમને ખૂબ જ મજેદાર રિઝલ્ટ મળી શકે છે કે પછી તમારી સાથે અજીબોગરીબ ઘટનાઓ પણ થઈ શકે છે, જેમ કે તમારી સ્ક્રીન હલવા લાગશે કે પછી આવું જ કંઈક બીજું પણ થશે જેના વિશે મોટાભાગના લોકોને જાણ નથી હોતી. આઈ નો હવે તમે એ શબ્દો કયા છે એ જાણવા માટે ઉતાવળા થઈ ગયા હશો.
Also read: ગૂગલને મોટો ફટકો: અમેરિકાની કોર્ટે ગૂગલને મોનોપોલિસ્ટ ગણાવ્યું, જાણો શું છે મામલો
સો લેટ્સ રીવિલ ધ સિક્રેટ:
Drop Bear:
આ યાદીમાંથી સૌથી પહેલો શબ્દ છે ડ્રોપ બીયર. આ શબ્દ તમે જેવું ગૂગલ પર સર્ચ કરશો એટલે તમારી સાથે કંઈક મજેદાર થવા લાગશે. આ શબ્દને સર્ચ કરતાં એક ભાલુનું આઈકન દેખાવા લાગે છે અને તમે જેવું આ ભાલુના આઈકન પર ક્લિક કરશો એટલે તે નીચે પડતું દેખાશે અને ભાલુ નીચે પડ્યા બાદ તરત જ તમારી સ્ક્રીન જોરથી હલવા લાગે છે.
Chixuclub:
બીજો શબ્દ છે Chixuclub. આ શબ્દ તમે જેવો ગૂગલ સર્ચમાં લખશો એટલે તમારી સ્ક્રીન પર એક મોટો પથ્થર પડતો દેખાયે છે. પથ્થર નીચે પડશે એના થોડા સમય બાદ જ તમારી સ્ક્રીન હલવા લાગશે. આ જોવામાં તો એવું લાગે છે કે જાણે આકાશમાંથી કોઈ પથ્થર નીચે પડી રહ્યો હોય પણ પથ્થર નીચે પડતાં જ સ્ક્રીન હલતી જોઈને લોકોનું માથું ચકરાઈ ઉઠે છે.
Dart Mission:
આ શબ્દ ગૂગલ પર સર્ચ કરતાં જ તમારી સાથે કંઈક એવું થશે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. ડાર્ટ મિશન શબ્દ ગૂગલ પર સર્ચ કરતાં જ તમારી સ્ક્રીન વાંકી થઈ જશે. જી હા, આ શબ્દ સર્ચ કરતાં તમારી સ્ક્રીન પરથી એક સેટેલાઈટ લેફ્ટથી રાઈટમાં જતું જોવા મળશે. જેવું સેટેલાઈટ ગાયબ થશે એટલે તમારી સ્ક્રીન ત્રાંસી થઈ જશે અને તમને બધું જ ત્રાંસુ દેખાવવા લાગશે.
Last of us:
ચોથો અને છેલ્લો શબ્દ છે લાસ્ટ ઓફ અસ. ગૂગલ પર જ્યારે તમે આ શબ્દ સર્ચ કરશો તો તમારી સામે એક નવું હોમ પેજ ખુલશે. આ પેજ પર નીચેની તરફ તમને એક મશરૂમ દેખાશે. આ મશરૂમને ટેપ કરતા જ તમારી સ્ક્રીન ઉપર ફંગસ દેખાવા લાગશે અને તમે જેટલી વખત મશરૂમ પર ટેપ કરશો ફંગસ એટલું જ વધતુ જશે. છે ને એકદમ યુનિક અને નવી ઈન્ફોર્મેશન? તમે પણ તમારા મિત્ર કે પરિવારના સભ્યના ગૂગલ પર જઈને આ ચાર શબ્દો સર્ચ કરીને તેમની સાથે પ્રેન્ક કરી શકો છો અને તેમની સાથે આ માહિતી શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરી શકો છો.