સ્પેશિયલ ફિચર્સ

શું તમે પણ લાંબા સમયથી એક જ તકિયો વાપરો છો? તો પહેલાં વાંચી લો…

આપણે બધા જ ઉંઘવા માટે તકિયો ઉપયોગમાં લઈએ છીએ પણ આ તકિયા સંબંધિત કરવામાં આવતી નાનકડી લાપરવાહી પણ તમને બીમાર કરી શકે છે, તમને મોટું નુકસાન પહોંચાડી શકે છે. હેલ્ધી રહેવા માટે જે રીતે આપણે આપણું ખાવાપીવાનું ધ્યાન રાખીએ છીએ એ જ રીતે આપણે આપણા બેડિંગનું ધ્યાન પણ રાખવું જરૂરી છે. બેડિંગની સૌથી મહત્ત્વની વસ્તુ ઓશિકું હોય છે. આપણામાંથી ઘણા લોકો એવા પણ હશે કે જેમને તકિયા વિના ઊંઘ નહીં આવતી હોય, પકંતુ આ ઓશિકું જ અનેક બીમારીનું કારણ છે એ વાત કેટલા લોકોને ખબર છે? ચાલો આજે તમને એના વિશે જણાવીએ…
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર તકિયાને કારણે અનેક બીમારીઓ ફેલાઈ શકે છે, ઈન્ફેક્શન થઈ શકે છે. પરંતુ ઘણા લોકો તકિયાના કવર ચેન્જ કરીને એવું માને છે કે તેઓ આ ગંભીર બીમારીઓથી બચી શરકે એમ છે. પણ આ હકીકત નથી. જો તમારે પણ આ બીમારીઓથી બચવું હોય તો દર થોડા સમયે આ તકિયા બદલી નાખવા જોઈએ.

આપણે જ્યારે લાંબા સમય સુધી એક જ તકિયાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે માઈક્રોબ્સ શ્વાસના માધ્યમથી આપણા શરીરમાં પહોંચે છે અને આપણી ઈમ્યુનિટીને નબળી પાડે છે અને એને કારણે બીમારીઓ, ઈન્ફેક્શન ફેલાય છે. જો તમને પણ ચહેરા પર વારંવાર પિંપલ્સ આવે છે તો તેનું કારણ તમારો તકિયો પણ હોઈ શરકે છે. લાંબા સમય સુધી જ્યારે એક જ તકિયાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેનો આકાર બદલાઈ જાય છે. એટલું જ નહીં પણ તેના ફાઈબરથી અનેક પ્રકારની સમસ્યા સતાવી શકે છે.

આ સિવાય જો તમને વારંવાર શરદી, ખાંસી કે એલર્જી વગેરે થાય છે તો એનું કારણ પણ આ તકિયો હોઈ શકે છે. ફલ્યુ અને વાઈરલ જેવી બીમારી પણ જૂનો તકિયો વાપરવાને કારણે થઈ શકે છે. આ દરમિયાન શ્વાસ, નાકમાંથી આવતું પાણી અને સૂતી વખતે મોંમાંથી નીકળેલી લાળ તકિયા પર પડે છે અને જે બાદમાં સમસ્યાનું કારણ બને છે.

જૂના તકિયાનો ઉપયોગ કરવાથી થતાં નુકસાન વિશે તો જાણી લીધું પણ હવે સવાલ એ થાય કે આખરે કેટલા સમયે તકિયો બદલવો જોઈએ? ચાલો તમારા આ સવાલનો જવાબ પણ આપી જ દઈએ. જો તમે એ તકિયાનો રોજ ઉપયોગ કરો છો તો ઓછામાં ઓછું 10-12 વર્ષે તો તમારે બદલી નાખવું જોઈએ. આ સિવાય જો તમારા તકિયામાં પણ કપાસની ગાંઠો પડવા લાગી છે તો તરત જ તેને બદલી નાખો.

તકિયો બદલવાનો સમય થઈ ગયો છે એ જાણવા માટે તમારે અડધી મિનિટ માટે તકિયાને વાળી રાખો. જો તકિયો ફરી એ જ પોઝિશનમાં ના આવે વળેલો જ રહે છે તો એ પણ સંકેત છે તકિયો બદલવાનો સમય થઈ ગયો છે. દર અઠવાડિયે તકિયાનું કવર બદલવાની સાથે સાથે તેને તડકો પણ દેખાડો,. આવું કરવાથી તમે ઘણી બધી બીમારીઓથી બચી શકો છો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button