એલર્ટઃ તમે આ બીમારીથી પીડાતા હો તો પહેલા ફાસ્ટ ફૂડ છોડો અને કસરત કરવા લાગો!

દેશમાં કિડનીની બીમારીને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ઉંમર વધ્યા બાદ વૃદ્ધ અવસ્થામાં આવ્યા બાદ લોકો કિડનીની બીમારીથી પીડતા હતા, પણ હવે નાની ઉંમરે જ યુવાનોમાં કિડની સંબંધિત બીમારીઓનું પ્રમાણ વધવાથી આ મુદ્દે ડૉક્ટરોએ ચિંતા વ્યક્ત કરી છે. તાજેતરમાં એક સંશોધનમાં જણાવ્યું છે કે ભારતમાં કિડની સંબંધિત બીમારીથી થનારા મોતના કિસ્સામાં પચાસ ટકાનો વધારો થયો છે. હવે 20થી 30 વર્ષની ઉંમરના યુવાનોમાં આ બીમારી જોવા મળી રહી છે.
ભારતમાં દર પાંચમાંથી એક યુવાનને કિડની સંબંધિત બીમારીથી પીડાય છે. છેલ્લા બે દસકામાં દેશમાં કીડની ફેઈલ્યોરને કારણે થનારા મોતમાં 50 ટકાનો વધારો થયો છે. 20થી 30 વર્ષના યુવાનોમાં કિડની સ્ટોનની સમસ્યા વધી રહી છે. આ પ્રકારની બીમારીને દૂર કરવા માટે ખાસ કરીને ફાસ્ટફૂડનું વધારે પડતું સેવન બંધ કરો. કસરત કરવાનું હિતાવહ રહે છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં યુવાનોમાં ફાસ્ટ ફૂડ અને સ્પાઈસી ખાવાનું કરવાનું પ્રમાણ વધી રહ્યું છે તેમ જ હાઇપરટેન્શનની અસર પર ધીરે ધીરે કિડની પર થાય છે જે ધ્યાનમાં ન આવતા આગળ જતાં ગંભીર પરિણામ થાય છે. આજ કાલના વ્યસ્ત જીવનશૈલીને કારણે મોટા ભાગના યુવાનો આ પ્રકારની પીડાય છે તેમ જ ડેસ્ક જોબ અને વર્ક ફ્રોમ હોમને લીધે કસરત અને પ્રવાસ ન કરવાને લીધે આ સમસ્યા વધી રહી છે.
કિડની સંબંધિત વિવિધ બીમારીનું પ્રમાણ વધવા માટે દારૂ, સીગરેટનું સેવન કરવાથી તેની અસર કિડની પર થાય છે. પૂરતા પ્રમાણમાં પાણી પીને પોતાને હાઈડ્રેટ રાખો જેને લીધે કિડનીને ફિલ્ટર કરવામાં મદદ મળે. આ સાથે પૌષ્ટિક આહાર લેવાની સાથે નિયમિત કસરત કરીને કોઈ પણ સમસ્યા જાણતા તરત જ ડૉક્ટરને જણાવવું એવી સલાહ આપી હતી.