અહોભાવ એટલે અન્ય પ્રત્યે કરુણા-સહાનુભૂતિ ને સમર્પણભાવ
મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા
અહોભાવ એ માનવ સ્વભાવનો સૌથી શુદ્ધ અને ઉત્તમ ભાવ છે, જેનો અર્થ છે બીજા પ્રત્યે કરુણા,સહાનુભૂતિ અને સમર્પણ.આ ભાવમાં સ્વાર્થનો અભાવ હોય છે અને દરેક પ્રાણી માટે ત્યાગ અને સહાનુભૂતિની ભાવના રહેલી હોય છે. અહોભાવનો અર્થ માત્ર દયાળુ હોવું નથી,પરંતુ એક એવી ભાવના વિકસાવવી,જે દ્વારા વ્યક્તિનો ઊંડો માનવતાવાદ અને બીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત થાય. અહીં આપણે ઈશુ ખ્રિસ્તનો એક બહુ જાણીતો ઉપદેશ યાદ કરવા જેવો છે: કજ્ઞદય ુજ્ઞીિ ક્ષયશલવબજ્ઞીિ ફત ુજ્ઞીતિયહર અર્થાત્ ‘તમારા પડોશીને તમારા જેવો જ પ્રેમ કરો…’
અહોભાવનું માનસશાસ્ત્ર ને તેનું સમજમાં મહત્ત્વ:
અહોભાવના મૂળમાં માનવતાનો ઊંડો અભ્યાસ છે.અહોભાવમાં અન્ય પ્રત્યેની સહાનુભૂતિ મુખ્ય તત્ત્વ છે.તે વ્યક્તિને પોતાના જ નિવૃત્ત સ્વાર્થમય જીવનમાંથી બહાર લઈ જવામાં સહાય કરે છે – એને સમૂહ માટે ઉપયોગી બનાવે છે.સમાજમાં અહોભાવનો પ્રભાવ ખૂબ જ ઊંડો છે. આ ભાવના વ્યક્તિને માત્ર પોતાના હિત માટે જ નહીં,પરંતુ સમગ્ર સમાજ માટે કલ્યાણકારી કાર્ય કરવામાં પ્રેરિત કરે છે. જ્યારે લોકો અહોભાવથી પ્રવૃત્ત થાય છે ત્યારે એ સંવેદનશીલ બને છે, અન્યની સમસ્યાઓને સમજવા અને હલ કરવા માટે પ્રયત્ન કરે છે.આ રીતે અહોભાવ દ્વારા સમાજમાં સુખ અને શાંતિનો માહોલ સર્જાય છે.
ધર્મ ને અહોભાવ:
વિશ્ર્વના મોટાભાગના ધર્મ અહોભાવને જીવનનો એક અભિન્ન ભાગ ગણાવે છે.હિન્દુ ધર્મમાં ‘અહિંસા પરમો ધર્મ’ આ વિચારધારા છે.અહિંસા અને અહોભાવ વ્યક્તિને પરમ ધર્મ તરફ લઈ જાય છે. બૌદ્ધ ધર્મમાં અહોભાવનો ‘કરુણા’ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. બૌદ્ધ વિચારકો દ્વારા તેને જીવનનો મુખ્ય માર્ગ ગણવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મમાં ઈસુ ખ્રિસ્તના જીવન અને ઉપદેશોમાં આવા અહોભાવનું મહત્ત્વ દર્શાવાયું છે. તમારા પડોશી સાથે તમારા જેવો જ પ્રેમ કરો. (કજ્ઞદય ુજ્ઞીિ ક્ષયશલવબજ્ઞીિ ફત ુજ્ઞીતિયહર.) આ સૂત્ર દ્વારા ખ્રિસ્તીઓએ અહોભાવને જીવનનું કેન્દ્ર બનાવ્યું છે.
વ્યક્તિગત જીવનમાં અહોભાવ:
અહોભાવ માત્ર સામાજિક જીવનમાં જ નહીં,પરંતુ વ્યક્તિગત જીવનમાં પણ મહત્ત્વપૂર્ણ છે. એક વ્યક્તિ જે અહોભાવ સાથે જીવન જીવવાની કોશિશ કરે છે એ પોતાના જીવનમાં શાંતિ અને સંતોષનો અનુભવ કરી શકે છે. એ પોતાની માનસિક શાંતિ માટે પરોપકાર અને સામાજિક સેવા પર આધારિત જીવન શૈલી અપનાવે છે.
અહોભાવ એ માનવ જાતનો મૂળભૂત ગુણ છે, જે કોઈપણ સમાજને સુખી અને શાંતિમય બનાવી શકે છે.આ ભાવના દ્વારા જ વિશ્ર્વના લોકોને એકબીજાની સમસ્યાઓ અને પીડાઓને સમજવામાં અને એકબીજા પ્રત્યે દયાળુ બનીને માનવતાના સિદ્ધાંતો પર જીવન જીવવામાં મદદ મળે છે.જો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અહોભાવને પ્રવર્તિત કરે તો આ દુનિયા ખરેખર એક સદ્ભાવના ઉદાહરણ બની શકે.
જો આપણે આસપાસ નજર દોડાવશું તો જોવા મળશે કે આપણી જિંદગીમાં આપણને જે કાંઈ મળ્યું છે, તેમાં કઈ કઈ વસ્તુઓ અને લોકોનું યોગદાન રહેવા પામ્યું છે,તો આપણને એમના પ્રત્યે અહોભાવની લાગણી પ્રગટ થશે. એમના પ્રતિ કૃતજ્ઞતા પ્રગટ કર્યા વગર આપણે રહી શકશું નહીં, જેમ કે આપણી સામે ખાવાની થાળી આવી જાય છે. શું આપણને ખબર છે કે રોટીને તૈયાર કરવામાં કેટલા લોકોનું યોગદાન છે ? બીજ વાવવાથી લઈને ફસલ તૈયાર કરવાવાળા ખેડૂતથી લઈને, અનાજ વેચવાવાળા અને પછી એને ખરીદવાવાળા દુકાનદાર સુધી અને દુકાનદાર પાસેથી ખરીદીને રોટી બનાવવાવાળા સુધી તો આપણે વિચારીએ કે એક તૈયાર રોટી પાછળ કેટલા લોકોની મહેનત અને યોગદાન છુપાયેલું છે.
આજ રીતે આપણી જિંદગીના દરેક મુકામ પર નજર દોડાવીએ તો આપણા દરેક શ્ર્વાસથી લઈને ભોજન સુધી આપણે જે મેળવીએ છીએ,જેનો આનંદ લઈ રહ્યા છીએ અથવા અનુભવ કરી રહ્યા છીએ તેના પર નજર નાખીએ તો, આપણને ખ્યાલ આવશે કે આ તમામ વસ્તુ મેળવવા માટે કેટકેટલા લોકોનો એમાં સહયોગ પ્રાપ્ત થયો છે. માની લઈએ કે આપણે મેળવેલી કોઈપણ ચીજ વસ્તુ પૈસાથી ખરીદીને લીધેલી છે, તેમ છતાં એ વસ્તુ આપણા સુધી પહોંચતા સુધીમાં જે જે કડી મદદરૂપ થઈ છે, એ જગ્યાએ જો એનો સહયોગ ન મળ્યો હોત તો જે તે વસ્તુ આપણા સુધી પહોંચી શકી ન હોત.
અહોભાવ કોઈ વિચાર નથી. અહોભાવ એક ઝરણું છે. જે આપોઆપ ફૂટી નીકળે છે.જ્યારે કંઈ પણ પ્રાપ્ત થાય અથવા આપણને મળે ત્યારે આપણે કેવા આભારવશ થઈ જઈએ છીએ….આપણા અસ્તિત્વમાં જેટલી પણ ચીજો વાસ્તવમાં મોજૂદ છે, તે તમામ આપણને જીવિત અને સુરક્ષિત રાખવા માટે આપસમાં મળીને કામ કરી રહી છે.. જો આપણે એવું સમજીશું કે આપણે જિંદગી બિન્દાસ રીતે જીવી રહ્યા છીએ અથવા તો આપણે દુનિયાના રાજા છીએ તો આપણે ઘણી બધી વસ્તુઓ ગુમાવી રહ્યા છીએ.જો આપણે અહમ્થી જીવન જીવીશું તો આપણે આ સંપૂર્ણ પ્રક્રિયાને ચૂકી જઈશું. જો આપણે અહોભાવપૂર્વક જીવતા હોઈશું તો આપણે ગ્રહણશીલ પણ થશું.. જો આપણે કોઈના પ્રત્યે આભારી બનીશું તો આપણે એમનો આદરભાવ મેળવીશું.જ્યારે આપણે કોઈ ચીજને આદરભાવથી જોઈશું તો આપણે વધુ ને વધુ ગ્રહણશીલ બની શકીશું.આખરે તો આપણે ખૂબ જ ઊંડાણથી ગ્રહણશીલ બનવાનું છે.
Also Read –